સુરત(ગુજરાત): તાજેતરમાં કામરેજ(Kamaraj)માંથી એક ચક્ચારો બનાવ સામે આવ્યો છે. જેમાં ધોરણપારડી(dhoranpardi)માં રહેતી પૂજા(pooja) ગુરુવારે બપોરે તેના મિત્રો સાથે નદીએ નાહવા ગઈ હતી. જ્યાં પગ લપસી જતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ધોરણપારડી ડેરી ફળિયામાં રહેતા શર્મીલાબહેન મુકેશભાઈ વસાવાની દીકરી પુજા(12) ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. હાલ શાળામાં વેકેશન હોવાથી પૂજા તેના મિત્રો સાથે બોપરે ઘરે કહ્યા વગર તાપી નદીમાં નાહવા માટે ગઈ હતી.
તેના મિત્રો પણ પૂજા સાથે ગયા હતા. તાપી નદીમાં ન્હાતી વખતે પૂજાનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. જેથી પૂજા બહાર નીકળી શકી નહોતી. તેની સાથે આવેલા તેના મિત્રો બુમાબુમ કરીને ત્યાંથી ભાગી ગયા હતા. પૂજા પાણીમાં ડૂબી ગયાની જાણ આજુબાજુના લોકોને થતાં ફાયર અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે આવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં પૂજાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
તેને તાત્કાલિકપણે ખોલવડ દિનબંધુ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. કામરેજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, પિતાના અવસાન બાદ પૂજા તેની માતા સાથે એકલી રહેતી હતી. ત્યારબાદ હવે એકની એક દીકરી પૂજાનું પણ અકાળે મૃત્યુ થતા માતા પર જાણે આભ તૂટી પડ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.