સુરત(surat): છેલ્લા ઘણા સમયથી ડૂબવાને કારણે મોતની સંખ્યા ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, માંગરોળ તાલુકાના પાલોદ ખાતે આવેલ તળાવમાં એકસાથે ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા. તે પૈકી 13 વર્ષીય એક બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
ઘરેથી તળાવમાં નાહવા ગયેલા મિત્રો મોડી સાંજે ઘરે પરત ફર્યા ન હતા, ત્યાર બાદ 13 વર્ષીય શુભમની પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી. તે દરમ્યાન તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામે જે.બી. રો-હાઉસમાં વસવાટ કરતા 13 વર્ષીય શુભમ મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો અને ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતા.
જોકે, તળાવમાં ત્રણ મિત્રો સાથે ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી 13 વર્ષીય શુભમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મોડી સાંજ થતા ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શુભમની શોધ ખોળ શરૂ કરી હતી અને દોઢ બે કલાક બાદ પૂછપરછ કરતા ત્રણ મિત્રો જોડે પાલોદ ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયા હોવાનું સામે આવ્યું હતું.
જોકે, તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રો સુરક્ષિત બહાર આવી ગયા હતા અને શુભમનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હોવાનું પરિવારજનોને જાણ થઇ હતી. જે બાદ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધ ખોળ હાથ ધરી હતી. કોસંબા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયા બોલાવી 13 વર્ષીય શુભમના મૃતદેહની શોધ ખોળ કરતા મોડી રાત્રે તળાવમાંથી શુભમનો મૃતદેહ મળી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.