પોલીસ કમિશનર અજયકુમાર તોમર આજે નિવૃત્તિના દિવસે ભાવુક થતા બોલ્યા, ’35 વર્ષની સર્વિસમાં સુરતના સાડા ત્રણ વર્ષ સદા યાદ રહશે’

Surat Police Commissioner Ajay Kumar Tomar: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.પોલીસ કમિશનરનાં(Surat Police Commissioner Ajay Kumar Tomar)…

Surat Police Commissioner Ajay Kumar Tomar: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.પોલીસ કમિશનરનાં(Surat Police Commissioner Ajay Kumar Tomar) માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી. સેરેમોનીયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરું સ્વાગત કરાયું હતું. ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ તબક્કે અજયકુમાર તોમરે કહ્યું, 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા સાડા ત્રણ વર્ષ હંમેશા યાદ રહેશે.

‘સુરતમાં વિતાવેલા સાળા ત્રણ વર્ષ મને કાયમી યાદ રહેશે’
સુરત શહેર પોલીસ કમિશનરે ભાવુકતા સાથે કહ્યું કે, શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે. પોલીસ, પત્રકારો, પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.મારા 35 વર્ષના કરિયરમાં સુરતમાં વિતાવેલા સાળા ત્રણ વર્ષ મને કાયમી યાદ રહેશે.સુરતમાંથી ઘણું શીખવા અને સુધરવાનો મોકો મળ્યો છે. પરિવારને યાદ કરતાં કહ્યું કે, નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છે. પરંતુ તેમણે મને પણ સાચવી લીધો છે.

ચાલુ સ્પીચ દરમિયાન પોલીસ કમિશ્નર થયા ભાવુક
પોલીસ કમિશનર અજય કુમાર તોમરની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી.વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થયા હતાં. તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.શહેર પોલીસ કમિશનરને શહેર પોલીસ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સન્માન અપાયું હતું. તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.35 વર્ષની નોકરીનો આજે છેલ્લો દિવસ હોવાથી પોલીસ કમિશ્નર ભાવુક થયા હતા.

અજયકુમાર તોમરે શાહિદ વીરોને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી
આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે દેશની સેવામાં પોતાના જીવ ગુમાવનાર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો કમિશ્નરને વિદાયની શુભકામના આપવા પહોંચ્યા હતા.આ ઉપરાંત અજયકુમાર તોમરએ જણાવ્યું હતું કે પોલીસ ગુનાહિત પ્રવૃતિઓને અટકાવે છે જે ટીમનો હું હિસ્સો રહી ચુક્યો છું તેનો મને ગર્વ છે.