5-year-old child swallowed a needle in Chotila: અમુક વાર તમે એવી ઘટના સાંભળી હશે કે ડોક્ટરની બેદરકારીને લીધે અમુક એવી ઘટના બની જતી હોય છે કે જેના કારણે દર્દીના પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં(5-year-old child swallowed a needle in Chotila) આવેલા દાંતના ખાનગી દવાખાનામાં બની છે. ત્યાં કામ કરી રહેલા એક ડોક્ટરે સારવાર દરમિયાન 5 વર્ષીય બાળકના દાંતની ટ્રીટમેન્ટ દરમિયાન બાળક અંદાજે બે ઈંચની સોય ગળી ગયો હતો.
પછી તે બાળક ને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બાળકના પરિવારના લોકોએ દાંતના ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જયારે આ બેદરકાર ડોક્ટરે આ ઘટનાને આકસ્મિક ઘટના ગણાવી દીધી છે. બાળકના પરિવારના લોકો દ્વારા આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી છે.
શું હતો સમગ્ર મામલો?
ચોટીલામાં રહેતા વિશાખાબેન રાજવીર પોતાના પાંચ વર્ષના બાળકના દાંતમાં સડો હોય છેલ્લા કેટલાક સમયથી તે ચોટીલાના આણંદપુર રોડ પર આવેલા ડો. મિલી મેઘપરાના દવાખાનામાં તેઓ સારવાર કરાવી રહ્યા હતા. તારીખ 22 ના રોજ પાંચ વર્ષીય બાળકના દાંતની સારવાર ચાલી રહી હતી ત્યારે જ અંદાજે બે ઈંચની સોય બાળકના ગળામાં ઉતરી જતા ડોકટર અને પરિવારના લોકોમાં દોડધામ મચી હતી.
સોય ગળા મારફત પેટમાં ચાલી ગઈ હતી તાબડતોડ એક્સરે કરવામાં આવ્યા હતા. તે સોય હોજરીમાં ચાલી ગઈ હોવાથી ચોટીલામાં તેની સારવાર શક્ય ન હોવાથી બાળકને તાત્કાલીક રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ખાનગી હોસ્પિટલમાં એન્ડોસ્કોપીની મદદથી બાળકની હોજરીમાં ફસાયેલી સોયને બહાર કાઢી લેવાતા પરિવારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દાંતના ડોકટર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ
પાચ વર્ષીય બાળકના માતા વિશાખાબેને કહ્યું છે કે, તારીખે 22ના રોજ ચોટીલાના મા દાંતના દવખાનામાં જ્યારે આ બનાવ બન્યો ત્યારે ડોકટરે પહેલા અમને પેટમાં રૂ ગયાની વાત કરી હતી. ત્યારપછી સોય ગળી ગયો હોવાનું કહ્યું હતું. અમે બાળકને લઈને રાજકોટ આવી ગયા હતા. અમને ચોટીલાના ડોકટરે કહ્યું હતું કે, આ બાબત ગંભીર નથી. જ્યારે રાજકોટના તબીબે કહ્યું હતું કે, સોય પેટમાં રહે તો તેનાથી અન્ય નુકસાન પણ પોહચી શકે છે. અમે ત્યાં સારવાર કરાવી પરત આવી ગયા હોવા છતા અમે સામેથી ચોટીલાના તબીબને મળવા ગયા હતા. એ લોકોએ અમારી ખબર લેવાની તસદી પણ લીધી નથી.
શું કહી રહ્યા છે દાંતના ડોકટર?
આ સમગ્ર મામલે જે ક્લિનિકના ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે, મા દાંતના દવાખાનાના ડો. મિલી મેઘપરાએ આ બનાવને આકસ્મિક ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું છે કે, આ બાળકની પાંચમી વિઝિટ હતી. તેના દાંતની સારવાર ચાલી રહી હતી ત્યારે તે હલી જતા સોય ગળામાં અને ત્યાંથી પેટમાં ચાલી ગઈ હતી. અમે એક્સરે કરતા સોય હોજરીમાં ફસાઈ ગયાનું જાણવા મળ્યું હતું. અહીં તેની સારવાર થઈ શકે તેમ ન હોવાથી અમે રાજકોટના ડોક્ટર સાથે વાત કરી પરિવારના લોકોને ત્યાં જવાનું કહ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube