ખંભાળીયા(ગુજરાત): કુરીયર પેઢીનો ઇકકો ગાડીમાંથી ખંભાળીયાની ભાગોળે રેલ્વે સ્ટેશન પાસે પડી ગયેલો થેલો દેવભૂમિ નેત્રમની ટીમે તેના માલિકને શોધીને તેને પરત કર્યો હતો. કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજની મદદની કિંમતી સામાન ભરેલો થેલો મેળવી તેના મુળ માલિકને સોંપી દેવામાં આવ્યા હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં એક ઇક્કો ગાડીમાંથી ઇ-કાર્ટ કુરિયર સર્વિસનો કિંમતી માલ સામાન ભરેલો થેલો ગાડીમાંથી પડી ગયાની જાણ પોલીસને થઇ હતી.
આથી વિશ્વાસ પ્રોજેકટ તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઇન્ચાર્જ પી આઇ ડી.એચ.નંદાણીયા અને તેમની ટીમ દ્વારા તપાસ શરુ કરીને મૂળ માલિકને થેલો પરત કરવામાં આવ્યો હતો. જેમાં ખંભાળીયામાં દલવાડી હોટલ પાસે ઇ-કાર્ટ કુરિયર સર્વિસ ઓફિસથી હમીર પાલાભાઈ ગોજીયા પોતાની ઇક્કો ગાડીમાં ઇ-કાર્ટ કુરિયરના થેલાઓ લઇ ખંભાળીયા શહેરમાં જઈ રહ્યા હતા.
તે વખતે ખંભાળીયા રેલ્વે સ્ટેશન નજીક જોયું તો ગાડીમાંથી એક થેલો રસ્તા પર પડી ગયો હતો. ત્યારબાદ આજુબાજુમાં તપાસ કરતા થેલાની જાણ થઇ હતી. સમગ્ર ઘટના અંગે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર નેત્રમ દ્વારા CCTV ફૂટેજ ચેક કરવામાં આવતા એક ચાલક ઇ-કાર્ટ કુરિયરનો થેલો પોતાની બાઇક પર લઈ જતો જોવા મળ્યો હતો. જેનો સંપર્ક કરી થેલામાં અલગ અલગ કુરિયરનો અંદાજે 1.73 રૂપિયા લાખનો માલ સામાન ભરેલા થેલાને દ્વારકા નેત્રમ ટીમે મૂળ માલિકને સોપી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.