સુરત(Surat): શહેરમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો ગોડાદરા(Godadara)ના સુમન ગંગા(Suman Ganga) વિસ્તારમાં વિચિત્ર ઘટના બનવા પામી છે. જે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો ઘર આંગણે રમતી બાળકી પર સાડી નું પોટલું પડ્યું હતું. ચાલો જાણીએ શું બની છે સમગ્ર ઘટના..
મળતી માહિતી અનુસાર, ગોડાદરાના સુમન ગંગા વિસ્તારમાં ઘર આંગણે રમતી બાળકીના માથા પર ચોથા માળેથી સાડીનું પોટલું પડ્યું હતું. રમતી બાળકીના માથે સાડીનું પોટલુ પડતાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને બેભાન થઇ ગઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મહત્વનું છે કે, 4 માળેથી સાડીનું પોટલું એક બાળકી ઉપર પડવાને કારણે બાળકી ઘાયલ થઇ ગઈ અને બેભાન થઇને ત્યાં જ ઢળી પડી હતી. સાડીના જોબ વર્ક કરતા લોકો દ્વારા જેમ ફાવે તેમ આડેધડ ઉંચાઈએથી સાડીના પોટલા ફેંકવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાડીના જોબ વર્ક કરી રહેલા લોકોની સામે ફરિયાદ દાખલ થઇ છે. મોંઘવારીમાં મજૂરી બચાવવા જોબવર્ક કરતા લોકોનો ધંધો જોખમી સાબિત થઇ રહ્યો છે. હાલમાં તો આ ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થઇ જવા પામ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.