સુરતમાંથી ત્રણ દુઃખત ઘટના સામે આવી છે. સરથાણામાં એક યુવાન રૂમાલ માટે ગયો હતો અને પગ લપસતા પાંચમાં માળેથી પડતા મોત નીપજ્યું છે. જયારે સચિન જીઆઈડીસીમાં લીફ્ટના ડકમાં ભટકતા કિશોરનું મોત નિપજ્યું હતું. અને ત્રીજા બનાવમાં રઘુકુળ માર્કેટ પાસે આવેલા બ્રિજ પરથી અકસ્માતે પડતા એક યુવકનું મોત થયું છે.
રૂમાલ સૂકવવા જતાં મોત
રામજીભાઈ દુધાણી સરથાણામાં વ્રજભુમી સેક્ટર-2 માં તેના પરિવાર સાથે રહે છે. તેમનું હીરાનુ કારખાનું વરાછા મીનીબજાર પાસે છે. તમના પુત્રનું નામ મીત છે. તેની ઉમર 20 વર્ષ છે, તે બીએસસીના બીજા વર્ષમાં ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરતો હતો.
સવારે મીત બાલ્કનીમાં રૂમાલ સુકવવા માટે ગયો હતો અને પગ લપસતા પાંચમાં માળેથી નીચે પડ્યો અને ગંભીર ઈજા થઇ અને ત્યાર બાદ મીતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, ત્યાં તબીબો દ્વારા ટુંકી સારવાર બાદ મીતનું મોત થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા અકસ્માત મોતની નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લિફ્ટના ડક્ટમાં પટકાતા મોત
પાલીગામમાં સાંઈકૃપા સોસાયટીમાં રહેતો 16 વર્ષનો સિધેશ્વર ઈન્દ્રમણી શેઠનું સચિન જીઆઈડીસીમાં લિફ્ટના ડક્ટમાં પટકાતા મૃત્યુ નીપજ્યું છે. સિધેશ્વર સચિન જીઆઈડીસીમાં આવેલી લવંગવાલા ફેબ કંપનીમાં બોબીન ભરવાનું કામ સીખતો હતો. સિધેશ્વર કારખાનામાં ઊંઘ આવી હોવાથી સુઈ ગયો હતો. ત્યાર બાદ મળસ્કે ગુડ્સ લીફ્ટમાં નીચેજવા માટે ગયો અને તે ઊંઘમાં હતો તેથી તેનું ધ્યાન ન રહ્યું કે લીફ્ટ આવી છે કે નહી અને ડકમાં પગ જતા પટકાયો હતો અને તેથી તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું.
ફ્લાયઓવરથી પટકાતા યુવકનું મોત
અહમદ રઝા સમીર રઝા જેની ઉમર 20 વર્ષ હતી. અહમદ આંજણા ફાર્મ પાસે આવેલા રઘુકુળ માર્કેટમાં રહે છે. અહમદ માર્કેટમાં સીલાઈ મશીન પર કામ કરતો હતો. રઘુકુળ માર્કેટની સામે ફ્લાય ઓવર બ્રિજ પરથી નીચે પડયો હતો અને તેને ગંભીર ઈજા થઇ હતી. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.