પતંગના રસિયાઓ માટે મોટા સમાચાર- ઉત્તરાયણના બે દિવસ જાણો કેવો રહેશે પવન

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayana 2023)ના દિવસે પતંગ રસિયાઓ માટે પવન કેવો રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ઉતરાયણના દિવસે પવન સારો રહેવાની આગાહી કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે, ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી લીધી હોય પણ જો પવન જ ના હોય તો ઉતરાયણ ખરાબ જાય છે. ત્યારે આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી(forecast) કરવામાં આવી છે. જે દિવસ દરમિયાન એવરેજ 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું સરળતાથી પતંગ ચગાવી શકાશે. તો અમે તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડી જશે.

ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન?
એવી પણ આગાહી કરવામાં આવી છે કે, ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. એટલે કે, ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી વધારે રહેશે. બપોર સુધી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બપોર બાદ પવન થોડો ધીમો પડશે અને રાતે સ્પીડમાં પવન ફૂંકાશે.

15મી જાન્યુઆરીના દિવસે કેવો રહેશે પવન?
જો વાસી ઉત્તરાયણની વાત કરવામાં આવે તો તારીખ 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની પ્રબળ શક્યતાઓ છે. અંદાજે સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન થોડો ધીમો પડશે અને રાતે પવનની ગતિ ફરી વધશે. આ સાથે ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *