Anand Accident: હાલ ગુજરાતમાં અકસ્માત યથાવત ચાલી રહ્યા છે.હાલ આણંદમાંથી એક ઘ૬ત્ન સામે આવી રહી છે.કે કાલે રાત્રે ઇસ્કોન બ્રિજ જેવો અકસ્માત થતા-થતા રહી ગયો છે. આણંદની(Anand Accident) સામરખા ચોકડી પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે એક મોટો અકસ્માત થતા અટક્યો હતો. જેમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે.જેમાં કારમાં સવાર અન્ય ચાર લોકો પણ નશાની હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિવાઈડર પર ચડી ગઈ હતી કાર
મળતી માહિતી અનુસાર, આણંદની સામરખા ચોકડી પાસે ગઈકાલે રાત્રે XUV કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બનીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. તે દરમિયાન કાર ચાલક તથા કારમાં સવાર અન્ય 4 શખ્સો નશામાં ધૂત હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત બાદ નશામાં ધૂત કારચાલક અન્ય કારમાં બેસીને ફરાર થઈ ગયો હોવાનું ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવી રહ્યા છે.
ક્રેનની મદદથી કારને સાઈડમાં મૂકાઈ
આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે તરત જ દોડી આવી હતી અને ક્રેનની મદદથી કારને ડિવાડર પાસેથી ખસેડીને સાઈડમાં મૂકવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 4 દિવસ અગાઉ પણ આણંદમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. જે બાદ આણંદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
4 દિવસ અગાઉ પણ આણંદમાં સર્જાયો હતો અકસ્માત
આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી અલકાપુર સોસાયટીની સામે પણ કાર ચાલકે 2 વર્ષીય માસુમ બાળકને અડફેટે લેતા એક દુર્ઘટના સર્જાઈ હતી. કારચાલકે બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગું થઈ ગયું હતું. જોકે, કારચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube