આજે સુરત-નવસારી બાયપાસ હાઈવે પર એક કાર ચલાવનારે યુવકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું મોત થયું છે. અકસ્માત થયા બાદ કાર ચાલક કાર લઈને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવી જોઇને પોલીસ તપાસ કરી રહી છે.
સુરત-નવસારી બાયપાસ હાઈવે પર કાર ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું કરુણ મોત થયું છે. જ્યારે એકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક 20 ફૂટ જેટલો ઉછળીને રોડ પર પટકાયો હતો…
સીસીટીવી મુજબ, સુરત-નવસારી બાયપાસ રોડ પર એક યુવક ચાલતા રસ્તો પસાર કરી રહ્યો હતો. રસ્તા વચ્ચે પહોંચતા એક થ્રી વ્હિલર ટેમ્પો જઈ રહ્યો હોય છે. જેને ઓળંખી યુવક આગળ જતાની સાથે જ કારની અડફેટે ચડી જાય છે. કારની અડફેટે ચડેલો યુવક ફંગોળાઈને 20 ફૂટ જેટલો કારની સાથે જ ઢસડાઈ છે અને ડિવાઈડર નજીક પટકાય છે. ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.