સુરતથી અમદાવાદ જઈ રહેલ બેંક કર્મચારીની કારમાં હાઈવે પર અચાનક જ ભભૂકી ઊઠી આગ

ગુજરાતમાં આગ લાગી હોવાની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરતમાં આવેલ વેલંજા કેનાલ રોડ પર મહિન્દ્રા કંપનીની દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કાર ચાલક બેંક કર્મચારી કારમાંથી બહાર નીકળી જતા આબાદ રીતે બચાવ થયો હતો.

વહેલી સવારમાં 6 વાગ્યાની ઘટના પછી સુરત ફાયર વિભાગને જાણ કરતાની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળ પર ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે, કાર ગણતરીની મિનિટોમાં જ બળીને ખાખ થઈ ગઈ હતી.

કાર રોડ બાજુએ પાર્ક કરી હતી :
બંકીમ ચૌધરીએ કહ્યું હતું કે, હું અડાજણ વિસ્તારમાં આવેલ LP સવાણી સ્કુલ નજીક આવેલ અભિષેક રેવન્યુમાં રહું છું તેમજ અમદાવાદની બેંકના ફાયનાન્સ વિભાગમાં કામ કરૂં છું. રજાના દિવસમાં સુરત ઘરે પરિવાર પાસે આવ્યો હતો. આજે સવારમાં કાર ડ્રાઈવ કરીને અમદાવાદ જઈ રહ્યો તો હતો.

અચાનક કારની હેડ લાઈટ બંધ થઈ ગઈ. ત્યારપછી બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને કારણે કાર રોડ બાજુએ પાર્ક કરી નીચે ઉતરી પાણીની શોધમાં આસપાસ ગયો હતો તેમજ પરત ફરીને આવતા કાર સળગવા લાગી હતી. કેટલાક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

કારમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાંની સંભાવના :
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ફાયર વિભાગને જાણ કરતા જ લોકો આગને કાબૂમાં લેવા માટે મહેનત કરી રહ્યા હતા. ફાયરના જવાનોએ આવીને પાણીનો મારો કરીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. દોડતી કારમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાર કુલ 4 વર્ષ જૂની છે. કંપનીને જાણ કરી આગળની કાર્યવાહી કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *