દિલ્હી-મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં આપવામાં આવેલી સેન્ડવિચમાંથી નીકળી ઇયળ- એક ક્લિક પર જુઓ વિડીયો

Indigo Flight News: આજ કાલ આપણે રેસ્ટોરેન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના ઘણી વાર જોતા હોઈ છીએ. જેની ચર્ચા ચાર દિવસ સુધી ચાલે છે.ત્યારબાદ ફરીવાર જે તે રેસ્ટોરેન્ટ હોઈ તે ધમધમવા લાગે છે.પરંતુ હવે તો ફ્લાઈટમાં પણ ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના બની રહી છે.ત્યારે જો વાત કરવામાં આવે તો ઈન્ડિગોની ફ્લાઈટ( Indigo Flight News )માં મુંબઈ જઈ રહેલી મહિલા પેસેન્જરને પીરસવામાં આવેલી સેન્ડવીચમાં કીડો મળી આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલા પ્લેનની આ ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જેની એરલાઈન્સ કંપનીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે.

ઈન્ડિગોની ફ્લાઈટમાં સેન્ડવીચમાંથી નીકળી ઈયળ
ઈન્ડિગોની એક મહિલા પેસેન્જરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને તેની સેન્ડવિચમાં ઈયળ નીકળી હોવાની ફરિયાદ કરી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ નંબર 6E 6107માં સેન્ડવિચ ખરીદ્યા બાદ પીરસવામાં આવેલી સેન્ડવીચનો વિડીયો શેર કરતા મહિલાએ કહ્યું કે શુક્રવારે સેન્ડવીચમાં ઈયળ જોવા મળી હતી.ત્યારે આ ઘટના બાદ એરલાઈને માફી માંગી હતી અને કહ્યું હતું કે મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. મહિલા પેસેન્જર ખુશ્બુ ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર ફ્લાઈટમાં ખરીદેલી સેન્ડવીચમાં ઈયળ નીકળી હોવાનો એક વીડિયો ક્લિપ શેર કરી છે. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે, કંપની દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ નંબર 6E 6107માં મહિલા પેસેન્જરના અનુભવ અને ચિંતાઓથી વાકેફ છે.

ફરિયાદ બાદ પણ અન્ય મુસાફરોને સેન્ડવીચ વેચવાનું ચાલુ રાખ્યું
નોંધનીય છે કે સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયેલા વિડીયો બાદ ભોજનની ગુણવત્તા પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.તેમ છતાં સ્ટાફે અન્ય મુસાફરોને સેન્ડવીચ વહેંચવાનું શરૂ રાખ્યું હતું.

જો કઈ થાય તેની જવાબદારી કોની?
મહિલા મુસાફર ખુશ્બુ ગુપ્તાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે સ્ટાફને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે જો આવી ખાદ્ય ચીજોના કારણે કોઈને કઈ થાય તો જવાબદાર કોણ? તેના ઈન્સ્ટા પ્રોફાઈલ પર કરેલા વર્ણન મુજબ આ મહિલા ડાયટિશિયન છે.તેમજ આ ખુશ્બૂ નામની મહિલા ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ્ય અને સુંદરતા સંબંધિત મુદ્દાઓ પર પણ સલાહ આપે છે. આ વીડિયોને 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.તેમજ કેટલાક લોકો કમેન્ટસ મારફતે ફિટકાર પણ વરસાવી રહ્યા છે.

વીડિયો સામે આવતાં એરલાઈન્સે આ વાત કહી હતી
શનિવારે, પ્રવક્તાએ સમગ્ર મામલામાં એક નિવેદન જારી કર્યું અને કહ્યું કે, મામલાની તપાસ કર્યા પછી, અમારી ટીમે તરત જ પ્રશ્નમાં ચોક્કસ સેન્ડવીચની સેવા બંધ કરી દીધી. આ મામલે હજુ પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઈન્ડિગો દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મુસાફરોને પીરસવામાં આવતી ખાદ્ય ચીજો અંગે યોગ્ય સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરવામાં આવશે. કંપની તેના કેટરર સાથે મળીને કામ કરી રહી છે. મુસાફરોને થયેલી કોઈપણ અસુવિધા માટે એરલાઈન નિષ્ઠાપૂર્વક માફી માંગે છે.