22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજા આપવા કયા ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Inauguration of Ram Mandir: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોઈ 108 ફૂટ લાંબી અગરબત્તી ભેટમાં આપી રહ્યા છે તો તો વડોદરા શહેરમાંથી એક વિશાળકાય દીપ પણ મોકલવામાં આવશે. તો બીજી તરફ રામ ભગવાનની પ્રતિષ્ટા સમયે થનારા હવન માટે 35000 કિલો ઘી મોકલ્યું છે.ત્યારે આ બધા વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે. કે અયોધ્યામાં અભિષેકના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર( Inauguration of Ram Mandir ) કરવામાં આવે.તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યોગેશ પટેલે માંગ કરી છે કે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવે. જેથી કરીને લોકો કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે રજા જાહેર કરવા માંગ કરી છે.

ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ભગવાન શ્રી રામના તેમના જન્મસ્થળ પર અભિષેકનો તહેવાર એ સૌથી પવિત્ર ઐતિહાસિક ક્ષણ છે. જેથી સનાતન ધર્મના તમામ અનુયાયીઓ તે દિવસે તે ક્ષણના સાક્ષી બને અને ઘરે બેસીને જ જીવંત પ્રસારણ જોઈ શકે તે માટે ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યોગેશ પટેલે માંગ કરી છે કે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવે.જેથી લોકો પોતાના ઘરેથી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન્ત પ્રસારણ જોઈ શકે.

22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે
22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. ભગવાન રામના મંદિરના નિર્માણનો સંઘર્ષ લગભગ 500-550 વર્ષ સુધી ચાલ્યો. જેમાં સેંકડો રામ ભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ મંદિરનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. બધા રામ ભક્તો આ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. તે દિવસે પોતપોતાના વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકો રહેશે ઉપસ્થિત
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર થાંભલા અને દિવાલો પર દેવી-દેવતાઓની પ્રતિમાઓ કોતરવામાં આવી રહી છે. મંદિરમાં પ્રવેશ સિંહદ્વારથી 32 સીડીઓ ચઢીને પૂર્વ બાજુથી થશે. મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ રહેશે. મંદિરની ચારે બાજુ લંબચોરસ દિવાલ હશે. ચારેય દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે. મંદિર સંકુલમાં સૂચિત અન્ય મંદિરો મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાને સમર્પિત કરવામાં આવશે.22મી જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ‘રામલલા’નો અભિષેક કરવામાં આવશે. આ સંદર્ભે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.