AAPના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરાએ ગુજરાતની એક સરકારી શાળામાં બાળકો સાથે થઇ રહેલા શારીરિક અડપલાના વિડીયો મીડિયા સમક્ષ ખુલ્લા મુક્યા છે. એક વિડીયોમાં શાળાની અંદર જ આચાર્યની હાજરીમાં જ બાળકો ન કરવાનું કામ કરી રહ્યા છે અને આચાર્ય તે જોઇને મજા માણી રહ્યા છે. બીજા વિડીયોમાં શાળાની ઓફિસમાં જ આચાર્ય અને બીજી એક અન્ય વ્યક્તિના બે શરીરો જાતીય પ્રવૃત્તિઓ કરતાં નજરે પડી રહ્યા છે અને હાથ પરની વીટીઓ આચાર્યની જ હોવાનું દેખાઈ રહ્યું છે.
Surat: કેમેરામાં કેદ થઇ સરકારી શાળાના પ્રિન્સીપાલની કામલીલા- કાંડ બહાર આવ્યો છતાં મેયર કે નેતાઓએ નરાધમને બચાવ્યો#surat #viralvideo #principal #aap #school #teacher #student #trishulnews pic.twitter.com/rOatvKhb6p
— Trishul News (@TrishulNews) July 14, 2022
વિડીઓમાં સાફ-સાફ જોઈ શકાય છે કે આચાર્યની સામે જ આચાર્ય ની ઓફિસ માં એક બાળક ને નિવસ્ત્ર કરીને માર મારવામાં આવી રહ્યો છે અને તેના પર અત્યાચાર કરી તેનું શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિડિઓ માં પોતે આચાર્ય અને સમિતિનો યુનિફોર્મ પણ જોઈ શકાય છે. બીજા વિડિઓ માં પણ બળજબરીપૂર્વક એક વિદ્યાર્થીની નું શોષણ કરવામાં આવી રહ્યું છે. બંને વિડીઓમાં આચાર્ય ની ઓળખાણ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ની હાથ ની વીંટીઓ દ્વારા સાબિત થાય છે.
આ ઘટના અંગે વાલી ત્રણ મહિનાથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. વાલીએ ભાજપના સમિતિ અધ્યક્ષ, મેયર, શિક્ષણ મંત્રી અને ગાંધીનગર કમલમ સુધી આ વાત પહોચાડી હતી પણ વાલીને ન્યાય આપવાને બદલે ઉલટું વાલીને ધમકાવવામાં આવ્યા હતાં. અંતે જયારે આક્રોશ ઉગ્ર બનવા લાગ્યો ત્યારે સમિતિએ તપાસ સમિતિના નામે એક બચાવ સમિતિ બનાવીને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે વાલીએ નામ અને ઓળખાણ ન આપવાની શરતે ગઈ કાલે રાત્રે વિપક્ષ સુધી આ પુરાવાઓ પહોચાડ્યા હતાં.
વિડીયોમાં શાળાની ઓફીસ, આચાર્યની વીટી, આચાર્યનો ચહેરો, સમિતિનો યુનિફોર્મ, વગેરે સ્પષ્ટ દેખાય છે છતાય ભાજપના શાસકોએ આચાર્યને બરતરફ કરીને પોલીસ ફરિયાદ કરવાને બદલે તપાસ સમિતિનું નાટક કર્યું છે જે બતાવે છે કે ભાજપના શાસકો આચાર્ય સાથે મળેલા છે અને આચાર્યને બચાવવા માંગે છે. આ અગાઉ પણ રાકેશ હિરપરા દ્વારા ગુજરાતીની સરકારી શાળાઓની સુરક્ષા બાબતે અનેક વખત રજુઆતો થઇ છે પણ સરકાર આ બાબતને જરાય ગંભીરતાથી લેતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.