પાટણની ‘ધ ગ્રાન્ડ પિયાનો’ હોટલની ઘોર બેદરકારી લેશે લોકોનો જીવ! -પરિવાર સાથે જમવા ગયેલા વકીલને સબ્જીમાં નીકળ્યો વંદો

Published on Trishul News at 11:23 AM, Sat, 14 October 2023

Last modified on October 14th, 2023 at 11:24 AM

Cockroach Came Out In The Vegetables Of Patan Hotel: તમે ઘણી વાર એવી ઘટના સાંભળી હશે કે હોટલની સબ્જીમાંથી મરેલા જીવજંતુ નીકળતા હોય છે. તેવી જ ઘટના પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી હોટલ ધ ગ્રાન્ડ પિયાનોમાં તાજેતરમાં જમવા બેઠેલ મહિલાની થાળીમાં પિરસવામાં(Cockroach Came Out In The Vegetables Of Patan Hotel) આવેલ સબ્જીમાંથી મૃત વંદો મળી આવતાં ચકચાર મચી ઉઠ્યો છે.આ ઘટના પછી તેની કબુલાત હોટલ મેનેજરે સ્વિકારી મહિલા ગ્રાહક અને તેમના એડવોકેટ પતિ સમક્ષ પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી.

ત્યારપછી આ ગ્રાહક દ્વારા આ મામલે ફૂડ વિભાગને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા ફૂડ વિભાગ દ્વારા પનીર અંગારા સબજી, ગ્રેવી અને પનીરના નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા હોવાનું પણ જણવા મળ્યું છે.

ઓર્ડર કરેલી સબ્જીમાંથી મૃત વંદો મળી આવ્યો
આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર આવેલી ‘ધ ગ્રાન્ડ પિયાનો’ હોટલમાં તાજેતરમાં રાધનપુર ખાતે રહેતાં એડવોકેટ ઉતમભાઈ જીવરાણી પોતાના પત્ની સાથે ત્યાં જમવા ગયેલ હતા. તેઓએ સબ્જી અને રોટલીનો ઓડૅર આપ્યો હતો.ત્યારે હોટલના વેઈટર દ્રારા તેઓને આપવામાં આવેલી આ સબ્જી રોટલી આરોગી રહ્યા હતા ત્યારે એડવોકેટના પત્નીની પ્લેટમાં પિરસવામાં આવેલ સબ્જીમાં મૃત વંદો જોવા મળતા તેઓ ચોંકી ઉઠયા હતા.

આ બાબતે તેઓએ પોતાના પતિનું ધ્યાન દોરતા તેઓ પણ આવી સ્ટાન્ડર્ડ હોટલની સબ્જીમાંથી નિકળેલા મૃત વંદાને જોઈ તેઓ સ્તબ્ધ બની ગયા હતા અને આ બાબતે તેઓએ હોટલના મેનેજરને બોલાવી આ બાબતે અવગત કરતાં મેનેજરે પણ હોટલ દ્રારા પિરસવામાં આવેલ સબ્જીમાં વંદો હોવાની કબુલાત કરી એડવોકેટ અને તેમના પત્ની સમક્ષ હોટલના વેઈટરની બેદરકારી જવાબદાર હોવાનું જણાવી રાત્રે સબ્જી માટે તૈયાર કરેલ ગ્રેવીમાં વંદો પડયો હોવાનું અનુમાન વ્યક્ત કરી એડવોકેટ અને તેમના પત્ની સમક્ષ પોતાની દિલગીરી વ્યકત કરી હતી.

ફૂડ વિભાગ દ્વારા સબ્જી, ગ્રેવી અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા
રાધનપુરના એડવોકેટ ઉતમભાઈ જીવરાણીએ પાટણની હોટલ ધ ગ્રાન્ડ પિયાનોમાં બનેલી આ ગંભીર પ્રકારની ભૂલને લઈ અહીં જમવા આવતા ગ્રાહકોના આરોગ્ય સામે હોટલ મેનેજમેન્ટ દ્રારા દાખવવામાં આવતી બેદરકારી બાબતે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટણ ફુડ વિભાગના અધિકારીને પણ આ મામલે સધળી હકીકત ટેલિફોનીક વાતચીત દરમિયાન જણાવી પોતે હોટલમાં ઉતારેલ વીડિયો પણ વોટસએપ દ્રારા અધિકારીને મોકલી આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ ફૂડ વિભાગ દ્વારા હોટલમાં સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં છે. આ મામલે પાટણ ફ્રુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાની સૂચનાથી એમ.એમ. પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પનીર અગારા સબ્જી ,ગ્રેવી અને પનીર એમ ત્રણ નમૂના લઈ તપાસ માટે મોકલાયા હોવાનું જણાવ્યું હતું.આ બાબતે હોટલના માલિકે હશુંભાઈ પટેલ જણાવ્યું હતું હોટલમાં ભૂલ થઈ છે અમે હોટલ ચલાવવા આપી દીધી છે અને તેને ખાલી કરવાનું કહી દીધું છે.

અમદાવાદમાં પીઝામાંથી વંદો નીકળવાની ત્રણ ઘટનાઓ બની હતી
અમદાવાદમાં પીઝામાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં દિન પ્રતિદિન ખુબ વધારો થઈ રહ્યો છે. ઓનલાઇન પીઝા મંગાવો કે પીઝા સેન્ટરમાં જઈને પીઝા ખાઓ તમારા પીઝા માંથી જીવજંતુઓ તો નીકળશે. શહેરનાં બોપલ અને એલિસ બ્રિજ વિસ્તારના પીઝા સેન્ટરના પીઝામાંથી જીવજંતુઓ નીકળ્યા પછી હવે જોધપુર ચાર રસ્તા પાસે આવેલા લાપીનોઝ પીઝા સેન્ટરમાંથી મંગાવવામાં આવેલા પીઝામાંથી મરેલો વંદો નીકળ્યો હોવાની ઘટનાઓ બની ચૂકી છે.

Be the first to comment on "પાટણની ‘ધ ગ્રાન્ડ પિયાનો’ હોટલની ઘોર બેદરકારી લેશે લોકોનો જીવ! -પરિવાર સાથે જમવા ગયેલા વકીલને સબ્જીમાં નીકળ્યો વંદો"

Leave a comment

Your email address will not be published.


*