“કોરોનામાં એક રૂપિયોય સાથે નહિ આવે” કહી અંકલેશ્વરના આ યુવાને પુલ ઉપર ચડીને કર્યો રૂપિયાનો વરસાદ- જુઓ LIVE વિડીયો

કોરોના વાયરસથી આખી દુનિયા બદલાઈ ગઈ છે. આ રોગચાળાએ લોકોના હૃદય અને દિમાગ પર ઊંડી અસર કરી છે. આવા અનેક કિસ્સા આપડે બધાં એ  સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા.આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

ગુજરાતમાં(gujarat)  આવેલ ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે આવ્યો છે. જેને કોરોનાના ડરનું જ કારણ ગણાવી શકાય. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાત (Suicide)નો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો. આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીઓ ખુબ જ વાયરલ થયો છે.

મળતી માહિતી અનુસાર, વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના દરમ્યાન ત્યાં હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.

વીડિયો વાયરલ થયો
હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીઓ ખુબ જ વાયરલ થયો છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ યુવકને પકડી રાખ્યો છે. આ દરમિયાન યુવક તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યો છે. વીડિયો જોઈને એવું લાગે છે કે, યુવક બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *