હૈદરાબાદ(Hyderabad): મંગળવારે કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ વર્ગમાં જ આપઘાત કરી લીધો છે. તે કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવા માટે તેના શિક્ષક અને વોર્ડન તેને ટોર્ચર કરતા હતા અને ઢોરમાર મારતા હતા. મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ તેનો પુત્ર તેના ક્લાસ રૂમમાં ગયો હતો અને ત્યાં તેણે આપઘાત કરી લીધો.
પોલીસે જણાવ્યું કે, મૃતકની ઓળખ સાત્વિક તરીકે થઈ છે. જે શ્રી ચૈતન્ય જુનિયર કોલેજ નરસિંઘીમાં અભ્યાસ કરતો ઇન્ટરમીડિયેટ વિદ્યાર્થી છે. તે કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. તેના પિતાએ પોલીસને જણાવ્યું કે, શિક્ષકો હંમેશા સાત્વિકને ટોર્ચર કરતા હતા અને ઢોરમાર મારતા હતા. જેના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં હતો.
તેના પિતાએ પોલીસને વધુમાં જણાવતા કહ્યું, તે 28 ફેબ્રુઆરીએ તેને મળવા ગયા હતા. તેને ચામડીનો રોગ હતો, તેથી તેના માટે દવા પણ લીધી હતી. જ્યારે તે તેને મળ્યા ત્યારે તેણે કહ્યું કે, હોસ્ટેલનું ભોજન સારું નથી. તેના શિક્ષકો, વોર્ડન તેને ઠપકો આપતા રહે છે અને મારતા રહે છે. તે અહીં ભણવા માંગતો નથી. તેણે દીકરાને ભણવામાં ધ્યાન આપવા કહ્યું અને ઘરે આવતા રહ્યા. તે જ દિવસે તેમને તેમના પુત્રએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી.
ક્લાસમેટ્સે કહ્યું: કોલેજ મેનેજમેન્ટ તેને હોસ્પિટલ પણ ન લઇ ગયા…
સાત્વિકના ક્લાસમેટ્સે જણાવ્યું કે, તે મંગળવારે સવારે 10 વાગ્યે અભ્યાસ કર્યા બાદ ગુમ થઇ ગયો હતો. ઘણી જગ્યાએ તેની શોધખોળ કરી પરંતુ તે મળ્યો ન હતો. પછી કૉલેજ ગયો અને તેને ક્લાસમાં લટકતો જોવા મળ્યો. તેણે કહ્યું કે, કોલેજના વિદ્યાર્થીઓને ખબર પડી કે તેણે આપઘાત કરી લીધો છે, તેમ છતાં તેઓએ મદદ કરી નહીં અને અમને જવા પણ ન દીધા. પછી ગમે તેમ કરીને મિત્રોએ કોઈની પાસે લિફ્ટ માંગી અને તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
સંબંધીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજની બહાર દેખાવો કર્યા હતા
મૃતકના પરિજનો, કોલેજના વિદ્યાર્થીઓ અને NSUIએ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે માંગ કરી હતી કે, કોલેજ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ કારણે પોલીસે કોલેજ મેનેજમેન્ટ, ત્રણ શિક્ષકો અને વોર્ડન વિરુદ્ધ IPCની કલમ 305 હેઠળ કેસ નોંધ્યો છે. તે જ સમયે, પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકના ક્લાસમેટ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.