વડોદરા(ગુજરાત): આજે સવારે વડોદરા શહેર નજીક આવેલ GSFC કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ કંપનીના પ્લાન્ટમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં કંપનીમાં દોડી આવ્યા હતા. પરંતુ મેનેજમેન્ટએ પરિવારજનોને પ્લાન્ટમાં પ્રવેશવા ન દેતા વિવાદ સર્જાયો હતો. પોલીસ દ્વારા પણ આ બનાવ અંગે કોઈ કાર્યવાહી હાથ ન ધરતા પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
છેલ્લા બે-ત્રણ વર્ષથી વડોદરા નજીક આવેલા બાજવાના નેહરૂનગરમાં રહેતો યોગેશ દેવાભાઇ તિલસાટ GSFC કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો. તે આજે પિતા પાસેથી 20 રૂપિયા લઇને નોકરી પર આવ્યો હતો અને તે નાયલોન પ્લાન્ટમાં નોકરી પર હાજર થયો હતો. ત્યારે તેને આપઘાત કરી લીધો હતો. પ્લાન્ટમાં જ યોગેશ તિલસાટે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા પ્લાન્ટના કર્મચારીઓમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
છાણી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આપઘાતની જાણ થતા પરિવારજનો કંપની પર આવીને કંપનીમાં અંદર જવા માટે જીદ પકડી હતી. પરંતુ, કંપનીના સત્તાધીશોએ મૃતકના સગાઓને કંપનીમાં અંદર પ્રવેશ આપવાની મનાઇ કરતા કંપનીના ગેટની બહાર જ ધરણાં પર બેસી ગયા હતા. અને કંપની મેનેજમેન્ટ વિરુધ રોષ ઠાલવ્યો હતો. પરિવારજનોને યોગેશના આપઘાત અંગે પોલીસ પાસેથી પણ યોગ્ય સહકાર ન મળતા પરિવારજનોએ પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો હતો. આપઘાતનો ગુનો દાખલ કરીને પોલીસે વધુ કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.