સુરતમાં પિતા-પુત્રને નડ્યો ગોઝારો અકસ્માત: ક્રેન ચાલકે બાઇક સાથે 20 ફૂટ ધસડ્યા- આખાયે રોડ પર જોવા મળ્યા માસના લોચે-લોચા

Father-Son Accident: સુરતમાં દિવસે અને દિવસે ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના ચોક બજાર ખાતે કાલે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પૂરપાટ ઝડપે એક ક્રેન ચાલકે રોડની સાઈડ પર બાઈક અને લઈને ઉભેલા(Father-Son Accident) પિતા પુત્રને અડફેટે લઈ બંનેને 20 ફૂટ જેટલા ધસડયા હતા. જેમાં બંનેના પગ પરથી ટાયર ફરી મળતા બંનેના પગના માસના લોચા બહાર આવી ગયા હતા. અકસ્માતના કારણે ત્યાં આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ચાલકે અડફેટે લીધા
ચોક બજાર વિસ્તારમાં રહેતા 34 વર્ષે કાદર રફીક અહેમદવાલા અને તેના પિતા 68 વર્ષીય રફીક રહેમતવાલા ઘરેથી બાઈક પર કંઈ કામ માટે બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓ બાઈક પર જઈ રહ્યા હતા તે ચોક બજાર ગાંધી બાગ પાસે પહોંચ્યા તો એક કોલ આવ્યો હતો પિતા અને પુત્ર બંને રોડની સાઈડ પર ઉભા રહી ગયા હતા અને કોલ પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ક્રેન ના ચાલકે બંનેને અડફેટે લીધા હતા.

પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ જેટલા ધસડ્યાં
ક્રેન ચાલકની ગતિ એટલી ઝડપી હતી કે, પિતા પુત્રને બાઈક સાથે 20 ફૂટ જેટલા ખસેડ્યા જેમાં બાઈક પણ ટ્રેનની નીચે ફસાઈ ગઈ હતી. જ્યારે ક્રેનના મહાકાય ટાયર પિતા પુત્રના પગ પરથી ફરી વળ્યા જેથી બંનેના પગના માસના લોચા પણ બહાર આવી ગયા હતા. બંનેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ બંનેની હાલત ખૂબ નાજુક છે.

ક્રેનના ચાલકને પોલીસને સોંપ્યો
ક્રેનના ચાલક દ્વારા આ અકસ્માત કરતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ ક્રેનના ચાલક ને ત્યાં ને ત્યાં પકડી પાડ્યું હતું. ત્યાર પછી પિતા પુત્રને ક્રેન નીચેથી બહાર કાઢી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસની પોલીસે પણ જાણ કરી દીધી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચતા ક્રેનચાલકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આગળની વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *