ચા પીવા નીકળ્યો ને પાછો જ ન આવ્યો… -સુરતમાં યુવકની ચપ્પુના ઘા મારી કરાઈ હત્યા

Published on Trishul News at 12:29 PM, Fri, 11 August 2023

Last modified on August 11th, 2023 at 12:32 PM

Youth killed in Surat Pandesara: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. એક 23 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ તેના મિત્રને પણ ચપ્પુના ઘા મારતાં તેની પણ હાલત ગંભીર છે. મૃતક યુવક મિત્રો સાથે રાત્રે ચા પીવા ગયો હતો. તે દરમિયાન ઝઘડો જોઈને પરત ફરતા સમયે હુમલો થયો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

ચાની દુકાન ચલાવતો હતો મૃતક યુવક
મળતી માહિતી અનુસાર,પાંડેસરા વિસ્તારમાં 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ સ્વાઈ પરિવાર સાથે રહેતો હતો અને ચાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.રાજ સહિત ચાર ભાઈઓ છે. જેઓ છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહે છે અને મૂળ તેઓ ઓડિશાના રહેવાસી છે.

આગળ પાછળ બાઇક લાવી ટક્કર મારી કર્યો હુમલો
ગઈ કાલે રાત્રે 11 વાગ્યે રાજ તેના બે મિત્રો સાથે બાઇક પર ચા પીવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારપછી તેના ભાઈના જણાવ્યા પ્રમાણે ચા પીવા ગયા ત્યાં નજીકમાં ઝઘડો જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બે બાઇક પર યુવકે આવ્યા હતા અને આગળ પાછળ બાઇક લાવી ટક્કર મારી હતી. જેથી રાજ અને તેના બે મિત્રો બાઇક પરથી નીચે પટકાયા હતા.

યુવકે ચપ્પુના ચાર ઘા મારી પતાવી દીધો
હુમલાખોરોને જોઈ એક મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે રાજ અને તેના એક મિત્ર પર હુમલાખોરોને ચપ્પુથી હુમલો કરી લીધો હતો. જેમાં રાજને ચાર જેટલા ઘા મારવામાં આવ્યા હતા. જ્યારે તેના મિત્રને પણ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ
પરિવારને આશરે 1થી દોઢ વાગ્યે જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં તેઓ દોડી આવ્યા હતા. જોકે રાજની તબિયતવઘુ બગડી ગયી હતી.તે દરમિયાન 9 વાગ્યે રાજને મૃત જાહેર કરાયો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ પરિવારના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પીઆઈ એન.કે. કામલિયાએ જણાવ્યું છે કે, હાલ તો ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. આ ઘટનામાં પ્રાથમિક તારણ પ્રમાણે છોકરીની બાબતે કોઈ ઝઘડો હતો. જેને લઇને અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય શકે છે.

Be the first to comment on "ચા પીવા નીકળ્યો ને પાછો જ ન આવ્યો… -સુરતમાં યુવકની ચપ્પુના ઘા મારી કરાઈ હત્યા"

Leave a comment

Your email address will not be published.


*