વિદેશમાં અભ્યાસનું સપનું અધૂરું જ રહ્યું… સુરતમાં કાળ બનેલી સિટી બસે વિદ્યાર્થીને કચડયો, ઘટનાસ્થળે જ કરુણ મોત

Published on Trishul News at 4:40 PM, Wed, 23 August 2023

Last modified on August 23rd, 2023 at 4:54 PM

City bus kills student in Surat: સુરતમાં અકસ્માત બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. તેમાં હાલ સુરત ના પાલ-ઉમરા બ્રિજ પર સિટી બસે ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થીને કચડતાં તેનું ઘટના જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ સિટી બસનો ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. મૃતક યુવક ઓટોમોબાઇલમાં(City bus kills student in Surat) ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી હવે કેનેડા અભ્યાસ કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો હતો. સિટી બસે કચડતાં યુવકના શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા હતા, આથી ત્યાં હાજર લોકોમાં અરેરાટી મચી ગઈ હતી.

સિટી બસે ગઈકાલે એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો
સુરતમાં સતત સિટી અને BRTSના અકસ્માતો સામે આવી રહ્યા છે. ગઈ કાલે જ એક વિદ્યાર્થીને સિટી બસે અડફેટે લઈ ઇજાગ્રસ્ત કર્યો હતો. ત્યારે હવે પાલ-ઉમરા બ્રિજ પર બાઇક લઈને જતા 21 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થી જશ દેવગાણિયાને બસે કચડી નાખ્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સિટી બસના ચાલક સામે ગુનો નોંધાયો
યુવકને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસના કાફલાએ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. હાલ તો સિટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલમાં જ ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યું હતું
અડાજણ વિસ્તારમાં આવેલા ક્રોમાં મોલની પાછળ શાંતનુઝ બંગલોમાં જશ પરિવાર સાથે રહેતો હતો. પિતા કન્સ્ટ્રક્શન લાઈનના વેપાર સાથે સંકળાયેલા છે. બે ભાઈમાં જશ નાનો દીકરો હતો. હાલમાં તેણે ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યું હતું અને હવે વધારે અભ્યાસ માટે કેનેડા જવાનો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Be the first to comment on "વિદેશમાં અભ્યાસનું સપનું અધૂરું જ રહ્યું… સુરતમાં કાળ બનેલી સિટી બસે વિદ્યાર્થીને કચડયો, ઘટનાસ્થળે જ કરુણ મોત"

Leave a comment

Your email address will not be published.


*