સુરતની એક દુકાનમાં આગ ફાટી નીકળતા થયો મોટો બ્લાસ્ટ- જુઓ LIVE ભયાનક દ્રશ્યો

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક આગની ઘટનાઓ સામે આવી રહી છે. હમણાં થોડાક દિવસ પહેલા હીરાબાગ ખાતે બસમાં આગ લાગી હતી અને તેમાં એક યુવતી જીવતી હોમાય ગઈ હતી. ત્યારે આજે ફરી ઓલપાડ(Olpad)ના પરા(Para Fire) વિસ્તારમાં આગની ઘટના બનતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાય ગયો છે.

શહેરમાં ઓલપાડના પરા વિસ્તારમાં આવેલ દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના ઘટતા લોકોમાં બુમાબુમ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. આ સમગ્ર આગની ઘટના ત્યાં રહેલા સ્થાનિક લોકોના કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, આગ વિશાળકાય રીતે ફાટી નીકળી હતી. આગ લાગતા આજુબાજુમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, હાલમાં તો આ આગ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાયણ રોડ પર આવેલી આ દુકાનમાં રિપેરિંગનું કામ ચાલતું હતું. રીપેરીંગ કામ દરિમયાન અચાનક જ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું છે. વિકરાળ આગ ફાટી નીકળતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. હાલમાં આ ઘટના અંગે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *