રાજ્યમાંથી અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર તો આગ એટલી ભયંકર હોય છે કે, કિંમતી મુદ્દામાલ બળીને ખાખ થઈ જવાને લીધે લાખોનું નુકસાન થતું હોય છે. આવી જ એક આગની ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી છે.
શહેરમાં આવેલ કતારગામ અશ્વિનીકુમાર નજીક આવેલ કાપડની મિલમાં ભયંકર આગ લાગી છે. શહેરમાં આવેલ વરાછા, જહાંગીરપુરા, અડાજણ જેવા અનેકવિધ વિસ્તારમાંથી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આની સાથે જ આગ પર કાબુ મેળવવાં માટેનાં પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
આગ એટલી ભયંકર લાગી હતી કે, ધુમાડાનાં ગોટેગોટા દુર-દુરનાં વિસ્તાર સુધી જોવા મળ્યા હતાં. આગની આ ઘટના એ.કે.રોડ ભવાની સર્કલ નજીક બની છે. આની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. આગને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એકસાથે 10 ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ કુલ 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ જાનહાની ન થઈ હોવાને લીધે લોકોમાં રાહત જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle