પાલનપુર(ગુજરાતી): તાજેતરમાં રાજ્યમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અંબાજી(Ambaji) નજીક જેતવાસ(Jetwas)ના સુરમાતા પહાડી વિસ્તાર(Surmata)માં આવેલ આદિવાસી પરિવારના ઝુંપડામાં રવિવારે અચાનક આગ લાગી હતી. જેમાં ચાર મહિનાની બાળકી બળીને ભડથું થઇ ગઇ હતી. આ ઉપરાંત, ગાયનું વાછરડું(Calf) અને ઘરવખરી પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, અંબાજીના જેતવાસ ગામના સુરમાતા પહાડી વિસ્તારમાં રહેતા જોરાભાઇ નાનાભાઇ ખરાડી અને તેમના પત્ની મેવલીબેન કામ અર્થે ગયા હતા. તે દરમિયાન, રવિવારે ઝુંપડામાં અચાનક આગ લાગી હતી. ત્યારે આજુબાજુથી પરિવાર આવે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જાણવા મળ્યું છે કે, ઝુંપડામાં રહેલ ચાર મહિનાની બાળકી આગમાં લપેટાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ આગમાં ગાયનું વાછરડું અને ઘરવખરીને બળીને પણ ખાખ થઇ જવા પામ્યા હતા. આ ઘટનાને લઇ આજુબાજુથી આદિવાસી પરિવારો દોડી આવ્યા હતા પરંતુ ત્યાર સુધી તો ઝુંપડી સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી.
અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના ડો. લલીતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આગમાં બાળકીનો મૃતદેહ એક દમ બળીને ખાખ થઇ ગયો હતો. જેનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.