અમદાવાદમાં એક યુવકે બેફામ રિક્ષા ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા- 2 શખસે લટકીને ખુલ્લેઆમ છરી બતાવી, જુઓ વિડિયો

Ahemdabad News: અમદાવાદમાં એક રિક્ષાચાલકને સ્ટંટ કરવો ભારે પડ્યું છે. ઓટો ચાલક બેદરકારીથી રિક્ષા ચલાવી રહ્યો હતો અને વીડિયોમાં સામે આવ્યું છે કે બે વાહનો…

Ahemdabad News: અમદાવાદમાં એક રિક્ષાચાલકને સ્ટંટ કરવો ભારે પડ્યું છે. ઓટો ચાલક બેદરકારીથી રિક્ષા ચલાવી રહ્યો હતો અને વીડિયોમાં સામે આવ્યું છે કે બે વાહનો વચ્ચે ઓછી જગ્યા હતી તો પણ ઓટો ચાલકે તેમાંથી રિક્ષા કાઢી હતી. તો બીજી તરફ રિક્ષા બેઠેલા અન્ય બે શખ્સોએ હાથમાં છરી બતાવીને હવામાં(Ahemdabad News) આમ-તેમ ફેરવીને આસપાસમાં લોકોમાં ભય ઉભો કર્યો હતો.આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક-પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે રિક્ષાચાલક સહિત બે યુવાનોને ઝડપી પાડ્યા
અમદાવાદમાં જાહેરમાં સ્ટંટ કરતા રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.રબારી કોલોનીથી નિરાંત ચાર રસ્તા તરફ સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચલાવતો અને હવામાં છરી ફેરવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરી છે. પોલીસે રિક્ષાચાલક સહિત બે યુવાનોને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

વિડીયો થયો વાઇરલ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રિક્ષાચાલાક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા એક ટ્રેક્ટર અને મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે. બાદમાં આગળ જતાં રિક્ષામાં પાછળ બેઠેલા બે શખસ બહાર લટકીને છરી બતાવી રહ્યા છે. બન્ને શખસ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઊભો કરતા હોય એવું જોવા મળે છે.જાગૃત નાગરીકે આ તમામ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. ટ્રાફિક પોલીસે પણ આ વાયરવલ વીડિયોને આધારે સખ્ત કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસે રિક્ષાચાલક અંકિત ગોસ્વામી સહિત બે શખ્સની ધરપકડ કરી. તો તપાસમાં એ પણ સામે આવ્યું કે આ રિક્ષાચાલક રબારી કોલોનીથી નિરાંત ચાર રસ્તા રોડ પર સ્ટંટ કરતો હતો.

પોલીસએ શેર કર્યો વિડીયો
આ યુવાનોને પકડયા બાદનો વીડિયો પર અમદાવાદ પોલીસે શેર કર્યો હતો અને લખ્યું છેકે, સોશિયલ મિડીયામાં એક વીડિયો વાયરલ થયેલ જેમાં આ ઘટના ખુબ જ ગંભીર પ્રકારની હોવાથી, રિક્ષા ચાલક અને તેના સાથીઓને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એકની ધરપકડ, બેને જેલભેગા કર્યા
આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો હતો. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષામાલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના 19 વર્ષીય રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલી 2 અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કરી છે. પોલીસે રિક્ષા પણ જમા કરીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ બેફામ ડ્રાઇવિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકનારા અનેક શખસોની પોલીસે ધરપકડ કરી કડક કાર્યવાહી કરી છે છતાં આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.