આ ઘોર કળયુગમાં હજુ પણ કોઈ-કોઈ સારા માણસો જીવે છે તે વાનો વિશ્વાસ તમને આ ઘટના સાંભળીને થય જશે. સુરત માંથી ઈમાનદારી અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. એક વ્યક્તિનું હીરાજડિત મંગલસૂત્ર, સોનાની ચેઇન વાળું પાકીટ પડી ગયું હતું. આ દાગીના રૂ. 2.25 લાખની કિંમતના હતા. હેર સલૂનમાં કામ કરતા સામાન્ય કર્મચારીને આ દાગીના ભરેલું પાકીટ મળ્યું હતું.
હેર સલૂનના કર્મચારીએ આ સોનાના દાગીના પોતાની પાસે રાખવાના બદલે આ પાકીટના માલિકને પરત કરવાનું વિચાર્યું. ત્યાર બાદ પાકીટ લઈને ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પોલીસે મૂળ માલિકને સ્ટેશન બોલાવીને યુવાનના હસ્તે જ સામાન પરત કરાવ્યો હતો. અને બધાયે યુવાની પ્રામાણિકતાના વખાણ કર્યા.
ધવલ મહેશભાઈ લાલા જે ડુમસના સુલતાબાદમાં રહે છે તે કામ માટે સિટીલાઈટ રોડ પર ગયા હતા. ત્યારે પેન્ટના ખિસ્સામાંથી પાકીટ પડી ગયું હતું જેમાં હીરાજડિત મંગળસૂત્ર અને બે ચેઈન હતી તેની કીમત 2.25 લાખ હતી. ત્યારે ધવલભાઈને પાકીટ પડી ગયાની જન થય ત્યારે તેમને ખુબજ શોધ ખોલ કરી હતી, પરંતુ પાકીટ મળ્યું નહોતું. અને તેથી તે ખુબજ ચિંતામાં હતા.
પાકીટ ન મળતા તેઓ ઉમરા પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં જઈને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. ત્યારે પોલીસ પણ તપાસ કરવા લાગી હતી. ત્યારે સિટીલાઈટ રોડ પર ચાલી રહેલા હેર સલૂનના સામાન્ય પગાર પર નોકરી કરતા કર્મચારીને આ પાકીટ મળ્યું હતું. તેનું નામ ભાર્ગવ દિનેશ જોટગિયા છે. ભાર્ગવ કામ માટે બાર આવ્યો હતો અને ત્યરે અચાનક તેની નઝર આ પાકીટ પર ગય હતી.
ત્યાર બાદ ભાર્ગવે પાકીટ ખોલીને જોયું તો તેમાં કીમતી સામાન હતો અને તેથી તે ખુબજ ચિંતામાં આવી ગયો. એટલું કીમતી સોનું મળ્યા બાદ પણ ભાર્ગવે પોતાની કિસ્મત બદલવા વિષે ના વિચાર્યું. જો ભાર્ગવે ધાર્યું હોત તો આ સોનાનો સામાન તે પોતાની પાસે રાખીને તે સામાન વેચીને પોતાની કિસ્મત બદલી શકેત પણ એને તેવું ના કર્યું.
ભાર્ગવે ઉમરા પોલીસ સ્ટેસન પર જઈને પોલીસને પોતાને મળેલા સામાનની જાણ કરી હતી. આને આવું કરીને સમાજ માટે ભાર્ગવ ઈમાનદારી અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે. પોલીસ પણ ભાર્ગવની પ્રામાણિકતાથી આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.
ધવલભાઈએ થોડા સમય પહેલા જ ઉમરા પોલીસ મથકમાં જાણ કરી હતી. અને તેથી પોલીસ પણ પાકીટ શોધવા માટે પ્રયાસ કરી રહી હતી. ત્યાર બાદ માલિકને પોલીસ મથક બોલાવ્યો હતો અને આ તમામ સામાન ભાર્ગવના હસ્તે જ મૂળ માલિકને પરત કરાવ્યો હતો. અત્યારના સમયમાં આવા ઈમાનદાર માણસ મળવા ખૂબ જ મુશ્કેલ છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.