Health worker death in Gandhinagar: રાજ્યમાં અવાર-નવાર આપઘાત અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના ગાંધીનગરના દેહગામમાંથી સામે આવી છે. પત્ની અને સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આરોગ્ય કર્મીએ કેનાલમાં જંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માત્ર આરોગ્ય કર્મી(Health worker death in Gandhinagar) જ નહિ પરંતુ પોતાના ફૂલ જેવા 2 માસુમ સંતાનોને પણ પોતાની સાથે કેનાલમાં દીબડી દીધા હતા. જેના કારણે ત્રણેયના મોત નીપજ્યા છે. એકસાથે પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આરોગ્યકર્મીએ લખેલી કરુણ સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો.
યુવક પોતના શબ્દોમાં લખ્યું છે કે,”સોરી મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન હું આજે તમારાથી સદાયને માટે દૂર જાવું છુ.આ ચિઠ્ઠી વાંચીને તમને ખુબ જ દુઃખ લાગશે પણ હું શું કરું? મારી પત્ની રાધિકા, મારી સાસુ સુખી બેન અને મારો સાળો અલ્પેશ સિહના ત્રાસથી મારે આ પગલું ભરવું પડ્યું છે.મારી પત્ની ઘરમાં રાતને દિવસે રોજ મારી સાથે ઝઘડો કર્યા કરે છે. જે કામ સ્ત્રીને કરવાનું હોય તે કામ મારી પાસે કરવાતી હોય છે! તેને મારું ગામ છોડાવ્યું હતું.
મારા મમ્મી-પપ્પા, ભાઈ અને બહેનને પણ છોડાવ્યા, મારું કુટુંબ પણ છોડાવ્યું એ તો ઠીક હું છોડી દઉં તેમ છતાંય તે રોજ મારી સાથે ઝઘડા કરતી અને મારા ઘરમાં કોઈ બીજા મારા સંબંધી આવે તો પણ એ મને ઝઘડતી! મને પણ ત્યાં ન જવા દે ને માતાપિતા કે કોઈ આવે તો પણ તે ઝઘડા કરતી! વધુમાં મારા મારા સાસરિયામાં મારા સાસુ અને શાળાને ફોન કરીને ના કહેવાનું પણ બધું કહી દેતી એટલે મારો સાળો મને ફોન કરીને અથવા રૂબરૂ આવીને વારંવાર ધમકીઓ પણ આપતો હતો.
કે તને પોલીસ કેસ કરી ભરણપોષણનો દાવો કરું? તને ત્યાં આવીને મારું? સાથે સાથે બાજુમાં રહેતા પ્રજાપતિ કમલેશભાઈ તથા સુરેશભાઈને પણ ફોન કરીને કહે કે ચેતનસિંહને તો હું કેસ કરું ભરણપોષણનો દાવો મુકુ, ત્યાં આવીને મારું આવું કહેતા હતા. પણ મારી એક વિનંતી છે આ ખાલી માહિતી આપું છું પણ આ બંને ભાઈઓ કમલેશભાઈ અને સુરેશભાઈ નો કોઈ વાંક નથી તેને તો મારું ઘર સારી રીતે ચાલે તે માટે પ્રયત્નો કર્યા પણ મારી પત્ની ન માની હતી.
આ લોકોએ મને એટલો બધો ત્રાસ આપ્યો કે હું જેટલું તેટલું ઓછુ છે. જો હું બધું લખું તો પેઝ ના પેઝ ભરાઈ જાય. પણ હું ટૂંકમાં લખીને કહું છું. અને મારી સરકારને વીનતી છે કે મારી પાછળ જો કોઈ પૈસા આવવાના હોય તો મારા માતા-પિતાને આપજો! બસ હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે જે વ્યક્તિના કારણે આ પગલું ભરું છું તેને તો ના જ મળવા જોઈએ. અને છેલ્લે કહે છે કે સોરી મમ્મી, પપ્પા ભાઈ તથા બહેન તથા કુટુંબીજનો અને ગ્રામજનો મિત્ર સગા સંબંધીઓ. બાપ… બાપ… બાપ…બાપ….બાપ..
મારા માતા પિતાને છેલ્લા પ્રણામ અને હા પાછો મારો સારો બધાને ફોનમાં એમ પણ કહે છે કે હું ભુવો જોરદાર છું અને કોઈ પણ રીતે ઉડાડી દઈશ જીવતો તો નહીં જ છોડુ. પણ પપ્પા તમેં કોઈ આગળની કાર્યવાહી ન કરતા કારણ કે આવું કરીને હવે તમને કાંઈ મળવાનું તો નથી. હવે તમારું જવાનું હતું ને જતું રહ્યું પછી ખોટું કંઈ કરતા નહીં!” છેલ્લા શબ્દો માં તે પોતાના માતા-પિતા ને કહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube