helicopter: રાજપૂત સમાજમાં રસમ આવે છે જેને ‘વેલ વિદાય’ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરા મુજબ રાજપૂત સમાજની દીકરીના લગ્ન વરરાજાના ઘરે થાય છે. તેથી વરપક્ષ કન્યાને લેવા માટે આવે છે, પિતા દીકરીની વિદાય કરે છે. આ રસમને વેલ વિદાય કહેવામાં આવે છે.
રાજપૂત સમાજની દીકરીના આજે રાજકોટમાં લગ્ન છે. રાજપૂત સમાજમાં વેલ વિદાય માટે ખંભાત પાસે આવેલા મિતલી સ્ટેટનો રાજવી પરિવાર કન્યાને લેવા માટે હેલિકોપ્ટર (helicopter) લઈને આવ્યા છે. પિતાએ તેમની દીકરીને હર્ષોલ્લાસ સાથે વેલ વિદાય આપી હતી.
પરિવારે દીકરીની વેલ વિદાય વખતે દીકરી પર ફૂલોનો વરસાદ કર્યો હતો. હેમાંગીબાના પિતા વિરેન્દ્રસિંહ વાઢેરે જણાવતા કહ્યું હતું કે, મારી દીકરીબા હેમાંગીબેનના લગ્ન આજે ખંભાત નજીક બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહ નિધાર્યા છે.
આજ રોજ અમારા રાજપૂત સમાજના રીતિ રિવાજ મુજબ મારી દીકરીની વેલ વિદાય માટે helicopter આવ્યું હતું અને આ helicopter માં તેમની વેલ વિદાય કરવામાં આવી હતી. જેને કારણે અમારો પરિવાર ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી અનુભવી રહ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે, લગ્ન કરવા માટે વરરાજાઓ ઘોડા, હાથી, કાર, વિન્ટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો થોડો ટ્રેન્ડ જુદા પ્રકારનો જ જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન helicopter માં લઈ જાય છે.
View this post on Instagram
જે ખુબ જ નવાઈની બાબત કહી શકાય. ત્યારે રાજકોટમાં પહેલી વખત એવું બન્યું કે, રાજપૂત સમાજના રીતી-રિવાજ અનુસાર, દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે સસરાના આંગણે થઈ રહ્યા છે. પરિવારે દીકરીને વિદાય helicopter માં આપી તો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.