નવસારી(Navsari): હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા (Vansada)માંથી એક ખુબ જ ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાન્ય રીતે લગ્ન (Marriage)માં દુલ્હા-દુલ્હનને ઘણી બધી ગિફ્ટો(Gift) આવતી હોય છે. એ જ રીતે, અહી પણ લગ્ન હોવાને કારણે તેને ગિફ્ટો મળી હશે. જે ખોલતાની સાથે જ તેમાં જોરદાર બ્લાસ્ટ(Blast) થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે વરરાજાને ગંભીર ઈજા પહોંચી છે.
બીજી તરફ બ્લાસ્ટ બાદ પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમે તપાસ આદરી છે. પોલીસને આશંકા છે કે આ કોઈ ડિટોનેટર બ્લાસ્ટ હોઈ શકે છે. આ ઉપરાંત કોઈએ આયોજન પૂર્વક આવું કાવતરું ઘડ્યાની પણ પોલીસને આશંકા છે. બ્લાસ્ટમાં વરરાજા ઉપરાંત તેના ત્રણ વર્ષના ભત્રીજાને પણ કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. બંનેની હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમજ એફએસએલ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત 12મી મેના રોજ લતેશ ગાવિત નામના યુવકના લગ્ન નવસારીના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામ ખાતે સંપન્ન થયા હતા. તેથી ગતરોજ યુવક અને તેની પત્ની લગ્નમાં મળેલી ગિફ્ટ્સ ખોલી રહ્યા હતા. આ દરમિયાન એક ગિફ્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ એક ટેડીબેર જેવી ગિફ્ટ હતી. આ અંગે યુવતીના પિતાએ એવી આંશકા વ્યક્ત કરી છે કે તેની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજુ ધનસુખ પટેલે આ કાંડ કર્યો હોઈ શકે છે.
વરરાજાને ગંભીર ઈજા:
મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વરરાજાની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ હાથનું કાંડું પણ ભાંગી ગયુ હતું. આ સિવાય વરરાજાના ત્રણ વર્ષના ભત્રીજા જિયાંશ ગાવિતના કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું. હાલ ઈજાગ્રસ્ત દુલ્હા અને તેના ભત્રીજાની સારવાર ચાલી રહી છે.
ગિફ્ટ કોણે મોકલી?
આ ઘટનામાં દુલ્હનના પિતાના જણાવ્યા પ્રમાણે તેની મોટી દીકરીના પૂર્વ પ્રેમીએ આ કાવતરું કર્યું હોઈ શકે છે. તેમજ પોલીસને પણ ગીફ્ટ મોકલનાર રાજુ પટેલ પર શંકા છે. બ્લાસ્ટ બાદ એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકઠા કર્યાં હતા. જેના પર આશંકા છે તે રાજુ દુલ્હનની મોટી બહેનનો પૂર્વ પ્રેમી છે. દુલ્હનના પિતાના જણાવ્યા પ્રમાણે તેની મોટી દીકરીએ રાજુ સાથે બોલવાનું બંધ કરી દીધું હોવાથી તેણે આવો કાંડ કર્યો હોઈ શકે છે. વાંસદા પોલીસમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી છે. તેથી ફરિયાદના આધારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.