ઘરકંકાસને લીધે મહિલાઓ ઉપર થતા અત્યાચારનાં બનાવોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેનાં પરિણામે ઘણી વાર આવેશમાં આવીને વ્યક્તિ એવું પગલું ભરી છે જેનાં લીધે આખી લાઈફ ભોગવવાનો વારો આવે છે. આવો જ એક બનાવ બન્યો છે ભાવનગર જીલ્લા પાસે આવેલા પાલિતાણા તાલુકામાં. જ્યાં ઘર કંકાસને લીધે પતિએ તેની પત્નીની હત્યા કરી નાંખી હતી.
આ મૃતદેહને ડેમ અથવા સીમમાં ફેંકવા માટે તેણે તેની પત્નીની લાશ એક્ટિવાનાં આગળનાં ભાગમાં રાખી હતી. એક્ટિવામાંથી તેની પત્નીનાં પગ નીચે જમીન સાથે ઢસડાતા જોઈને આશંકા થતાં ત્યાંના સ્થાનિકોએ તેને રોકવા માટે પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે તેણે એક્ટિવા ભગાવી મૂક્યું હતું. જોકે, ત્યાંના સ્થાનિકોએ એનો પીછો કરતાં રોહીશાળા ગામ પાસેની સીમ પાસેથી પકડાયો હતો. એ બાદ પોલીસને જાણ કરવામાં આવતા હત્યાનો મામલો બહાર આવ્યો હતો. પાલિતાણા તાલુકા રૂરલ તેમજ ટાઉન પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પત્નીને ગળેફાસો આપીને એની હત્યા કરી હતી.
પાલિતાણા તાલુકાનાં સિંધી કેમ્પ ખાતે રહેતાં અમિત સિંધી નામનાં વ્યક્તિ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. પત્ની નૈનાબેનની હત્યા કરીને એની લાશને તે સગેવગે કરવા માટે જઈ રહ્યો હતો. રોહીશાળા ગામ પાસે ત્યાંના સ્થાનિકોને આગળ કંઈક શંકાસ્પદ લાગતા તેને અટકાવ્યો હતો. પોલીસ દ્વારા અપરાધી અમિત ધરપકડ કરવામાં આવી છે. જ્યારે લાશનો કબજો લઈને ભાવનગર જીલ્લા સરટી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. પાલિતાણા તાલુકા ટાઉન પોલીસનાં P.I.N.M. ચૌધરીએ કહ્યું હતું કે, ઘરકંકાસને લીધે અમિતે તેની પત્ની નૈનાબેનને ગળેફાસો આપીને હત્યા કરી હતી. મૃતદેહને ઠેકાણે પાડવા માટે એક્ટિવામાં આગળ લાશ રાખીને નીકળ્યો હતો.
કોઈ અવાવરું જગ્યાએ મૃતદેહને ફેંકી દેવાનો પ્લાન હતો. પરંતુ ગામનાં લોકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી. અમિતનો COVID-19નો રિપોર્ટ કરવામાં આવશે. એ પછી એની વધારે પૂછપરછ ચાલુ કરવામાં આવશે. નૈનાબેન મૂળ વેરાવળનાં હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષ અગાઉ જ અમિત સાથે તેનાં લગ્ન થયા હતા. અમિત ગેસનાં બાટલાની ડિલેવરીનું કામ છે. લગ્ન પછી તેઓ ભાવનગર જીલ્લામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અમિત તેમજ નૈનાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. જે કંકાસથી ત્રાસી જઈને પતિ અમિતે તેની પત્નીને મારી નાખી હતી. યોગ્ય તપાસ પછી આ કેસમાં વધારે કડી ખૂલવાની સંભાવનાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle