સુરતમાં ફિલ્મ રેટિંગ ટાસ્કના નામે ઠગબાજોએ આચરી 9.71 લાખની છેતરપીંડી- ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ

9.71 lakh fraud in Surat: હાલ સોશિયલ મીડિયા પર લોકોને મુર્ખ બનવાના કિસ્સાઓ સામે આવતા હોય છે .તેવો જ એક કિસ્સો હાલ સુરત ના વરાછા વિસ્તાર માંથી સામે આવી રહ્યો છે. વરાછાની મહિલાને તમે ઓનલાઈન કોઈ ફિલ્મને લાઇક અને રેટિંગના નામે ટાસ્ક આપી કમિશનની લાલચમાં 9.71 લાખની રકમ પડાવી(9.71 lakh fraud in Surat) લીધી હતી.

આ ગુનામાં સાઇબર ક્રાઇમે 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પકડાયેલા ત્રણેય આરોપીઓ બેંક ખાતેદારો છે.સાઇબર ક્રાઇમે પ્રેમ રાજુ શર્મા 24 વર્ષ જે હાલ આદર્શ રેસીડન્સી, શાપર, રાજકોટ, મૂળ ગોમતીપુર, અમદાવાદમાં રહે છે.હાર્દિક ગિરીશ પુરોહિત 28 વર્ષ જે હાલ સંકેત એપાર્ટ, જુનાગઢમાં રહે છે. અને કમલ લાલજી બોરેચા જે હાલ આદિત્યનગર, જુનાગઢમાં રહે છે.અને તેમને હાલ ઘરપકડ કરી લેવામાં આવી છે.

ત્રણેયના ખાતામાં લાખો-કરોડોના ટ્રાન્જેક્શનો થયેલા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. હાલમાં પોલીસે ત્રણેયની બેંકોની ડિટેઇલ્સ મંગાવી લીધી છે. પકડાયેલા આરોપીમાં પ્રેમ શર્મા વેરાવળમાં બીએમસી કંપનીમાં ઓપરેટર, હાર્દિક પુરોહિત બાઇકનું ગેરેજ અને કમલ બોરેચા સફાઇ કામદાર તરીકે નોકરી કરી રહ્યા હતા.

વરાછામાં રહેતી 38 વર્ષીય મહિલા પર 31મી મેએ મોબાઇલમાં વર્ક ફોર હોમની ઓનલાઇન જાહેરાતમાં આવી હતી. જેમાં એક લીંક ઓપન કરતા ફિલ્મ લાઇક કરી એક રેટિંગના 49 રૂપિયા આપવા કહી બે મહિનામાં 9.71 લાખની રકમ પડાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *