વહેલી સવારે ફરી ધ્રુજી ઉઠી ગુજરાતની ધરા- જાણો ક્યાં અનુભવાયો 3.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ડરના માર્યા બહાર દોડી ગયા

Earthquake in Kutch: ગુજરાત હજી તો 2001માં કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો અને હજારો લોકોના મોત પણ થયા હતાં. ત્યાર પછી તો કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા પણ અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ હવે લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી કચ્છની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં(Earthquake in Kutch) ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ચકચારી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા
આજે વહેલી સવારે કચ્છની ધરતી ધમધમી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ રહી છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોધવામાં આવ્યું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠામાં આવ્યો હતો ભૂકંપ
અત્ર ઉલેખીનીય છે કે,તારીખ 6 ઓગસ્ટે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ડર ફેલાયો હતો. બનાસકાંઠા પંથકમાં 6 ઓગસ્ટે વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ફટાફટ પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોધવામાં આવ્યું હતું.

ભૂકંપ આવે તો શું કરવું ?

ભૂકંપના ઝટકા જેવા આવે તરત જ ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ જોઈએ.

ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો જોઈએ.

ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.

ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.

ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.

દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *