કેટલી હદે સિંગલ હશે આ માણસ? 800 વર્ષ જૂની ‘ડેડ બોડી’ને બનાવી ગર્લફ્રેન્ડ અને રાતે…

જ્યારે લોકો સિંગલ હોય છે, ત્યારે તેઓ એવી આશામાં હોય છે કે તેમને જલદી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ મળશે અને તેઓ તેમની સાથે જીવનનો આનંદ માણી…

જ્યારે લોકો સિંગલ હોય છે, ત્યારે તેઓ એવી આશામાં હોય છે કે તેમને જલદી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ મળશે અને તેઓ તેમની સાથે જીવનનો આનંદ માણી શકશે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ગર્લફ્રેન્ડ બનાવવા માટે એટલો ઉત્સુક બની જાય છે કે તે કોઈ ડેડ બોડીના પ્રેમમાં પડી જાય છે.

પેરુ માં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ ८०० વર્ષ જૂની ડેડ બોડી સાથે સુતો હતો આશ્ચર્ય વાત એ છે કે તે વ્યક્તિએ તેને લાંબા સમય સુધી પોતાના પલંગ પર રાખ્યો હતો અને તેનું નામ પણ રાખ્યું હતું. એટલું જ નહીં, તેણે તેને પોતાની આધ્યાત્મિક ગર્લફ્રેન્ડ પણ માનવા માંડી હતી; 800 વર્ષ જૂની નીકળી અને પછી ઘણા બધા ખુલાસા થયા.

ખરેખર, આ ઘટના પેરુની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિનું નામ જુલિયો છે અને તેની પાસે એક જૂની ડેડ બોડી મળી આવી છે. આ બોડી વિશે તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તે 600 થી 800 વર્ષ જૂની લાશ છે. આ શબને જુલિયોએ તેની ગર્લફ્રેન્ડ બનાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ લાશ એક સમયે માણસની લાશ હતી.

બન્યું એવું કે તાજેતરમાં જ આ વ્યક્તિ તે બોડી સાથે બહાર ગયો અને તેના મિત્રોને બતાવવા લાગ્યો. જ્યારે તેણે આખી વાત કહી તો લોકો ચોંકી ગયા અને આ સમાચાર પોલીસ સુધી પણ પહોંચ્યા.  વ્યક્તિએ જણાવ્યું કે તેના પિતાએ તેને બોડી આપી હતી જે તેના પરિવારમાં છેલ્લા 30 વર્ષથી રાખવામાં આવી હતી. જો કે તે તેના પિતા પાસે ક્યાંથી આવી તે અંગે પોલીસને કોઈ માહિતી મળી નથી.

હાલમાં પોલીસે આ વ્યક્તિની તેના કેટલાક મિત્રો સાથે ધરપકડ કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે તે તેને પોતાની ગર્લફ્રેન્ડ માનતો હતો અને તેની સાથે સૂતો હતો. બોડી ને સંબંધિત વિભાગને સોંપી દીધી છે અને વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *