રીક્ષા ચાલકની ઈમાનદારીએ જીત્યા દરેકના દિલ- યુવતી રીક્ષામાં જ ભૂલી ગઈ તો, રીક્ષા ચાલકે જે કર્યું… જાણીને તમે પણ સલામ કરશો

Patan (પાટણ): આજ-કાલ લોકોમાં છલ અને કપટ ખુબ જ જોવા મળે છે. આ કળયુગમાં ઈમાનદાર લોકો ખુબજ ઓછા જોવા મળે છે. ત્યારે એક ઈમાનદારીનો કિસ્સો…

Patan (પાટણ): આજ-કાલ લોકોમાં છલ અને કપટ ખુબ જ જોવા મળે છે. આ કળયુગમાં ઈમાનદાર લોકો ખુબજ ઓછા જોવા મળે છે. ત્યારે એક ઈમાનદારીનો કિસ્સો સાથે આવ્યો છે. શુક્રવારે રાત્રે પાટણ શહેર માંથી એક ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. પાટણ શહેરમાં એક યુવતી રીક્ષામાં પોતાનું લેપટોપ ભુલી ગઈ હતી.

જયારે રીક્ષા ચાલકનું ધ્યાન લેપટોપ પર ગયું ત્યારે તેણે યુવતીના ઘરનું સરનામું શોધ્યું અને યુવતીને ઘરે જઈને લેપટોપ પરત આપ્યું હતું. ત્યાર બાદ પરિવારના લોકોએ રીક્ષા ચાલકની ઈમાનદારીને સરાહનીય ગણાવી હતી અને રીક્ષા ચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો.

મળેલી માહિતી અનુસાર પાટણ શહેરમાં રહેતા મહેન્દ્ર પટેલની દિકરી કૃપા ભાવિક કુમાર પરિવાર સાથે આઈસ્ક્રીમ ખાવા માટે રીક્ષામાં બજારમાં ગઈ હતી. આ સમયે કૃપા પોતાનું લેપટોપ રીક્ષામાંજ ભુલી આઈસ્ક્રીમ ખાવા માટે જતી રહી હતી. રીક્ષા ચાલક પણ કૃપાને બજારમાં ઉતારીને પોતાની રિક્ષા લઈ રવાના થઇ ગયા હતા.

ત્યાર બાદ થોડા સમય બાદ કૃપાને પોતાનું રીક્ષામાં મુકેલું લેપટોપ યાદ આવું અને તેને આ વાત વિષે પરિવારના લોકોને કહ્યું, ત્યાર બાદ પરિવારના લોકો સાથે મળીને કૃપાએ રીક્ષા ચાલકની શોધખોળ કરી હતી. પરંતુ કૃપાને કોઈ પણ જગ્યાએ રીક્ષા ચાલકનો પત્તો ન લાગ્યો હતો. ત્યાર બાદ કૃપા પરિવાર સાથે પાટણ પોલીસમાં ગઈ અને પોલીસે અરજી લખાવી હતી.

પોલીસને અરજી મળતા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પરંતુ સીસીટીવી કેમેરામાં રીક્ષા જોવા ન મળતા પરિવાર વિમાસણમાં મુકાઈ ઘરે પાછુ આવી ગયું હતું. આ વચ્ચે શહેરના ખોખરવાડા, હિમજા માતાજી મંદિરની સામે રહેતા હિતેશભાઈ ધનજી ભાઈ પ્રજાપતિ (રીક્ષા ચાલક) લેપટોપ લઇને મહેન્દ્રભાઈ પટેલના ઘરનું સરનામું શોધતો શોધતો લેપટોપ આપવા માટે આવ્યો હતો. આ જોઇને પરિવારના લોકોએ રિક્ષા ચાલકની ઈમાનદારીને સરાહનીય લેખાવી આભાર પ્રગટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *