સુરત(Surat): શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટી પાસે હિટ એન્ડ રન(Hit and run)ની ઘટનામાં એક વૃદ્ધનું કરુણ મોત થયું હતું. મૃતક રોહિતભાઈ સુરત મહાનગર પાલિકા(SMC)ના સફાઈ વિભાગના નિવૃત કર્મચારી હતા. માત્ર એટલું જ નહીં પણ ગૂમ રોહિતભાઈનું અકસ્માતમાં કરુણ મોત થયું હોવાની પરિવારને 24 કલાક બાદ જાણ થતાં પરિવારમાં શોકની લાગન છવાઈ જવા પામી હતી.
ગૂમ થયાની ફરિયાદ નોધાવી હતી
મૃતકના દીકરા હિરેનએ જણાવતા કહ્યું હતું કે, મારા પિતા રોહિતભાઈ ઈશ્વરભાઈ સુરતી (ઉ.વ. 56) ડિંડોલી મહાદેવનગર-3માં રહેતા હતા. રવિવાર સવારના રોજ છૂટક મજૂરી કામ માટે નીકળ્યા હતા. મોડી સાંજ સુધી પરત નહિ ફરતા પરિવાર દ્વારા આખરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાત્રી દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી.
આજ રોજ સવારે ગુમ પિતાનો ફોટો લઈને પોલીસ સ્ટેશન જતા તેમનું અકસ્માતમાં કરુણ મોત થયું હોવાની જાણકારી મળી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓળખ માટે આવતા હિટ એન્ડ રનમાં મોતને ભેટેલા અજાણ્યા વૃદ્ધ રોહિતભાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત કરીને ભાગી ગયેલા બાઇક ચાલકની બાઇકના નંબરની ઓળખ થઈ ગઈ છે. હાલમાં પોલીસ બાઇક સવારને શોધી રહી છે. ડિંડોલી પોલીસે અ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.