સુરત(Surat): શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર કુટણખાના ઝડપાઈ રહ્યા છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા(Kapodra) હીરાબાગ(Hirabagh) હિંમતનગર સોસાયટી સ્થિત અશોકવાટીકા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી કાપોદ્રા પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે મહિલા સંચાલક અને વૃદ્ધ ગ્રાહકને ઝડપી પાડી એક મહિલાને મુક્ત કરાવી હતી. આ સિવાય પોલીસે રોકડા રૂ.1600 અને 24 કોન્ડોમ કબજે કર્યા છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા હીરાબાગ હિંમતનગર સોસાયટી સ્થિત અશોકવાટીકા એપાર્ટમેન્ટના ફ્લેટ નં.102 માં કુટણખાનું ચાલે છે. જેથી બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાં ફ્લેટના હોલમાં સોફા પર બેસેલી મહિલા સંચાલક નાનજીભાઇ પાલડીયાની દિકરી હંસાબેન (37) મળી આવી હતી. જયારે અંદરના રૂમમાંથી 31 વર્ષની મહિલા સાથે ત્યાં શરીરસુખ માણવા આવેલા વૃદ્ધ ગ્રાહક દેવરાજભાઇ રણછોડભાઇ સુતરીયા(65) મળ્યા હતા.
સંચાલક મહિલા ભરતકામ પણ કરતી હતી. ત્યારે પોલીસે મહિલા સંચાલક હંસાબેન પાસેથી 23 કોન્ડોમ અને રોકડા રૂ.100 તેમજ ગ્રાહક દેવરાજભાઈ પાસેથી વપરાયા વિનાનું કોન્ડોમ અને રોકડા રૂ.1500 કબજે કરી હંસાબેનના કહેવાથી દેહવિક્રય માટે આવેલી મહિલાને મુક્ત કરાવી હતી. તેમજ આ અંગે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.