એક વાંદરીના પોતાના બાળકનો જીવ બચાવતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે એક વાંદરાનું બચ્ચું વીજળીના તાર ઉપર બેસેલું છે, ત્યાં બીજી તરફ સામે એક બિલ્ડિંગ છે જ્યાં તેની માતા બેઠેલી છે અને તે વારંવાર કૂદીને પોતાની માતા પાસે જવા માગી રહ્યું છે પરંતુ વીજળીના તાર અને બિલ્ડીંગ વચ્ચે અંતર હોવાના કારણે તે પોતાની માતા પાસે નથી પહોંચી શકતો. પોતાના બાળકને વારંવાર કોશિશમાં અસફળ થઇ જવાના બાદ જોઈ વાંદરી વગર પોતાના જીવની પરવા કર્યે બિલ્ડિંગની છત ઉપરથી વીજળીના તાર પર કૂદી જાય છે અને ત્યાં બેઠેલા પોતાના બચ્ચાને ખોળામાં લઈ પાછી બિલ્ડિંગની છત ઉપર આવે છે.
A rescue operation by mother. How can it fail ? @zubinashara pic.twitter.com/TYiQpmFdfd
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 16, 2020
આ વીડિયો અને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. અને તેનું પરિણામ એ છે કે શેર કર્યાના થોડા કલાકોની અંદર જ આ વીડિયો વાયરલ થઈ. આ વીડિયોને અત્યારસુધી 3.57 લાખ વ્યુ મળ્યા છે. તેમજ 450થી વધારે કમેન્ટ પણ મળી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news