મધ્ય ગુજરાતમાં આવેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચાર રસ્તા પાસે બે વેવાઈઓ વચ્ચેના ઝગડો થયો હોવાનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. આ ઝગડો આંતરિક ઝગડામાં દંડા અને ખુલ્લી તલવાર વડે હુમલાનો બનાવ બન્યો હતો. જેના પગેલ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, આખી ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે બોડેલી પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે બનેલા બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે રહેતા ગુરુમુખસીંગ હજુરસીંગ સીકલીગરની દીકરી અમુતાકૌરનાં લગ્ન પંચમહાલના જાંબુઘોડા રોહિત ફળિયામાં રહેતા ખન્નાસીંગ નાનકસીંગ દુધાણીનાં દીકરા ગુરુચરણસીંગ સાથે થયેલા છે.
જેઓ અલગ રહેવા માંગતાં હોય તેનાં કારણે ઝઘડાઓ થયેલા હતા જેથી તેના સમાધાન માટે બોલાવ્યા હતા. તેઓ મામા કમલસિંગના ઘરે પહોંચે તે પહેલા જ અલીપુરા સરકારી દવાખાના સામે બન્ને વેવાઈ સામ સામે આવી જતા બોલા ચાલી થઈ હતી.
બે વેવાઇઓનાં આંતરિક ઝઘડાને લઇ ડંડા અને તલવારો વડે એકબીજા પર હુમલો થયાના બનેલા બનાવની સામસામે થયેલ ફરિયાદો બાબતે બોડેલી પોલીસે બંને પાર્ટીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસ કર્મચારીએ દંડા વડે યુવકના ટ્રકનો સાઈડ ગ્લાસ તોડ્યો હતો. જેના પગલે તેને ગુસ્સો આવ્યો હતો. અને ખુલ્લી તલવાર વડે પોલીસ પાસે પૈસાની માંગણી કરીને ધમકી આપતો વીડિયો વાયરલ થયો હતો.
View this post on Instagram
ગુજરાતમાં આવેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચારરસ્તા પાસે થયેલા અંદરો અંદરના ઝગડામા તલવારો નીકળતા આ વિસ્તારના લોકોમા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનયી છે કે નવસારીમાં પણ ખુલ્લી તલવાર વડે એક શીખ યુવક પોલીસ કર્મચારીને ધમકી આપતો હોવાની ઘટના પણ તાજેતરમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.