બજરંગ દળ (Bajrang Dal) ના સભ્યો દ્વારા એક મુસ્લિમ પુરુષ (Muslim male) અને એક વિવાહિત હિંદુ મહિલા (Hindu women) ને અજમેર (Ajmer) જતી ટ્રેનમાંથી બળજબરીથી ઉતારી દેવામાં આવ્યા હતા અને ઉજ્જૈનમાં રેલવે પોલીસને સોંપવામાં આવ્યા હતા. બજરંગ દળના સભ્યોએ મુસ્લિમ વ્યક્તિ પર ‘લવ જીહાદ’ (Love jihad)નો આરોપ લગાવ્યો છે. અખબારના અહેવાલ મુજબ, બજરંગ દળના માણસોએ આ વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તેને બળજબરીથી ટ્રેનમાંથી ઉતારી દીધો હતો.
ઈન્દોરમાં મુસાફર અને તેમના પરિવારના મિત્રો બંનેની રેલવે પોલીસે પૂછપરછ કરી હતી અને તેમના માતા-પિતા આવે ત્યાં સુધી બંનેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ બંનેને છોડી મુકવામાં આવ્યા હતા. અખબારના અહેવાલ મુજબ જીઆરપી દ્વારા બજરંગ દળના સભ્યો વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આ ઘટના 14 જાન્યુઆરીની છે. મુસ્લિમ યુવકની ઓળખ આસિફ શેખ તરીકે થઈ છે.
આસિફ એક નાની ઈલેક્ટ્રોનિક દુકાનનો માલિક છે જ્યારે મહિલા સ્કૂલ ટીચર છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બજરંગ દળના ત્રણ સભ્યો આસિફને બળજબરીથી ટ્રેનમાંથી નીચે ઉતારતા જોવા મળે છે. બજરંગ દળના સભ્યો આસિફને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે અને મહિલા તેની પાછળ જઈ રહી છે.
मुस्लिम लड़का और गैर मुस्लिम लड़की MP उज्जैन से ट्रेन में जा रहे थे, हिंदू संगठन वालों को खबर लगी तो वहाँ पहुँचकर लड़के को पीटते हुए थाने ले गए, जाँच के बाद पुलिस ने बताया कि लड़का और लड़की दोनों शादीशुदा हैं, दोनों में पारिवारिक संबंध भी है, जिसके बाद पुलिस ने उन्हें जाने दिया… pic.twitter.com/Q6u0md3pMC
— Ashraf Hussain (@AshrafFem) January 18, 2022
અન્ય એક વીડિયો પોલીસ સ્ટેશનની અંદરનો છે જેમાં મહિલા રડી રહી છે અને બજરંગ દળના સભ્યોને કહી રહી છે કે તેની એક ભૂલ તેનું જીવન બરબાદ કરી શકે છે. ”હું પુખ્તવયની છું. હું એક શિક્ષક છું અને બાળકોને ભણાવું છું.” પિન્ટુ કૌશલ તરીકે ઓળખાતા બજરંગ દળના સભ્ય મહિલાને કહી રહ્યા છે, “હું તમારી સાથે વાત નથી કરી રહ્યો.”
જીપીઆર એસપી નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું કે આસિફ અને મહિલા પારિવારિક મિત્રો છે અને બંને એકબીજાને વર્ષોથી ઓળખે છે. ગુપ્તાએ કહ્યું, “બજરંગ દળના સભ્યો તેને પોલીસ સ્ટેશન લાવ્યા અને તેના પર ‘લવ જીહાદ’નો આરોપ લગાવ્યો. અમે તેમનું નિવેદન નોંધ્યું. બંને પુખ્ત વયના છે અને અહીં કોઈ ગુનો ન હતો તેથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
નિવેદિતા ગુપ્તાએ કહ્યું, “બજરંગ દળના સભ્યો વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. અમને ખબર નથી કે તેણે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે તેઓ આસિફ અને મહિલાને પોલીસ સ્ટેશન લઈ આવ્યા ત્યારે પણ બંનેએ આવી કોઈ વાત કરી ન હતી. જ્યારે તેણે બજરંગ દળના લોકો વિરુદ્ધ કોઈ ફરિયાદ જ નોંધાવી ન હતી તો કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.
બજરંગ દળ એ વિશ્વ હિન્દુ પરિષદની પાંખ છે. માલવા પ્રાંતમાં VHPના પ્રચાર પ્રમુખ કુંદન ચંદ્રાવતે કહ્યું, “અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી સમાચાર મળ્યા છે કે એક હિન્દુ મહિલાને એક મુસ્લિમ પુરુષ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે અને તેને સાથે લઈ જઈ રહી છે. હિન્દુ બહેનોની સુરક્ષાને કારણે અમારા કાર્યકરોએ હસ્તક્ષેપ કર્યો હતો. આ દરમિયાન વ્યક્તિ આક્રમક બની ગયો હતો. તેને નજીકના પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તે વ્યક્તિ અને અમારા કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ કોઈ જાનહાની થઇ નથી. અમારા કાર્યકરો પોલીસને હવાલે કરીને ચાલ્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.