જય જય ગરવી ગુજરાત : સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં એક નવો ઈતિહાસ રચાશે

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમે આજે ફરીથી નવો ઇતિહાસ સર્જી દીધો છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138 મીટરથી થોડી વધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને…

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમે આજે ફરીથી નવો ઇતિહાસ સર્જી દીધો છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138 મીટરથી થોડી વધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં જ એવી જાહેરાત કરી હતી કે આ વર્ષે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી સરદાર સરોવર યોજનામાં પુષ્કળ પાણી આવી રહ્યું છે.

આથી સરકારની ઈચ્છા આ ચોમાસા દરમિયાન જ ડેમને તેની સર્વોચ્ચ સપાટી સુધી પાણી ભરવાની છે. અગાઉ 131 મીટરની સપાટી સુધી ડેમ ઓવર ફ્લો થતો હતો, પરંતુ આ વખતે પ્રથમ વખત જ સરદાર સરોવર ડેમની સપાટી આજે 134 મીટરને પાર કરી ગઇ છે.મધ્યપ્રદેશમાંથી અઢી લાખ ક્યુસેકથી વધુ પાણીના જથ્થાની આવક ચાલુ હોવાથી પાણીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. પાણીનો ફ્લો આ રીતે જ જો ચાલુ રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ વીકમાં જ ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાશે.

અગાઉ પણ ગુજરાત સરકારે તબક્કાવાર રીતે નર્મદા ડેમ અને તેની પૂર્ણ કક્ષા સુધી ભરવા માટેનું આયોજન કર્યું હતું. જેથી ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવા છતાં સલામતીના કારણોસર નર્મદા બંધમાંથી નર્મદા નદીની અંદર પાણી છોડાયું હતુ. જે હજુ પણ ચાલુ છે. જેને કારણે ઘણા વર્ષો પછી સુખી બની ગયેલી નર્મદા નદી પણ બે કાંઠે વહેવા માંડી છે.

સરકારના સૂત્રો જણાવે છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ મધ્યપ્રદેશ અને ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમની અંદર પાણીની આવક ચાલુ રહેતી હોય છે જેથી આગામી દિવસોમાં પણ લાખો ક્યુસેક પાણીની આવક ચાલુ રહેવાની શક્યતાઓ છેઆજે સરદાર સરોવર ડેમની સપાટી 134.38 મીટરને પાર કરી ગઇ છે. જેને પગલે સરદાર સરોવર યોજનાના એન્જિનિયરોએ સલામતીના કારણોસર ડેમના 10 દરવાજા ખોલી નાખ્યા છે. જેમાંથી નર્મદા નદીમાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે.

દરવાજામાંથી 2 લાખ 36 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને નર્મદા નદી પણ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. જેને પગલે નદી કાંઠાના વિસ્તારોની આસપાસમાં રહેતા ગામના લોકોને એલર્ટ આપી દેવાયું છે. જિલ્લા કલેકટર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડશે તો આવા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવશે.નર્મદા નદીમાં હજુ પણ પાણીની આવક સતત ચાલુ હોવાથી સત્તાવાળાઓએ કોઈ જોખમ ઉભો ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને કેવડિયાનો ગોરા બ્રિજ વાહનવ્યહાર માટે કામચલાઉ રીતે બંધ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *