માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો, 9 મહિનાનું બાળક રમતા-રમતા ગળી ગયું LED બલ્બ- અમદાવાદ સિવિલમાં થઈ સફળ સર્જરી

Successful surgery in Ahmedabad, child swallows LED bulb: ડોકટર હમેશા વાલીઓ અને માતા-પિતાને એક સલાહ આપતા હોય છે કે,તમે તમારા નાના બાળકોને નાની વસ્તુઓ જેવી કે ટાક્ની,સિક્કા,સોય જેવી નાની વસ્તુઓ દુર રાખવી જોઈએ. બાળકના ઉછેરમાં ખુબ ધ્યાન રાખવું પડે છે. અને એમાં પણ જયારે બાળકને દાંત આવતા(Successful surgery in Ahmedabad, child swallows LED bulb) હોય ત્યારે તો ખુબ ખ્યાલ રાખવું પડે છે કેમ કે ત્યારે તે ગમે તેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે. જેના કારણે એક ગંભીર ઘટના સર્જાય છે, તેવો જ એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો સામે આવ્યો છે.

મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા- રમતા LED બલ્બ ગળી ગયું.જેના કારણે તેને શ્વાસોશ્વાસમા તકલીફ વધતા તેણે સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યું હતું.અચાનક શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાં જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું જોવા મળ્યું હતું.

શ્વાસોશ્વાસમાં તકલીફ વધતા સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયા
જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢી શકાય તેમાં હતું.જેથી રતલામના ડોકટરોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જવા કહ્યું.આ બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદમાં રહે છે. તેમને જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓએ સત્વરે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું.

સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું
બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવી ગયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના ડોકટરોએ બાળકનું ફરી વખત એક્સ-રે કર્યું ત્યાંરે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું.આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની બાયોસ્કોપી એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી.શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ પરંતુ એને પકડી શકાય તેમ ન હતું . ખૂબ જ સોજો અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથીપહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.

દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી
ચાર દિવસ પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજા પ્રયત્નમાં સફળતા મળી .બીજા પ્રયત્નમાં ફોરેન બોડી એક LED બલ્બ નીકળ્યો છે ફોટોમાં જોઈ શકાય છે.એક રમકડાનો મોબાઇલ જેમાં એન્ટીના જેવું જે દેખાય છે જ્યાં લાઈટ થતી હોય છે.

LED બલ્બ શ્વાસનળીમાં ઉતરી ગયો
બાળકે રમતા રમતા એ લાઈટનો છેડો તોડી દીધો હશે અને પછી તેને મોઢામાં નાખવાથી એ LED બલ્બ એની શ્વાસનળીમાં ઉતરી ગયો હશે. બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા ભારે મહેનતના અંતે સર્જરી કરીને LED બલ્બ કાઢી નાખવામાં આવ્યો.ડોક્ટર ભાવના અને ડોક્ટર નમ્રતાની ટીમે એનેસ્થેસ્થિયા આપવામાં અહમ ભમિકા ભજવી હતી.

ટાંકણી, સોંય, સિક્કા, જેવા પદાર્થો દૂર રાખવાની સલાહ
સર્જરી પછી આ પરિવાર ખુબ ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા અને સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ નાના બાળકોથી ટાંકણી, સોંય, સિક્કા, જેવા પદાર્થો દૂર રાખવાની સલાહ રાજ્યના દરેક માતા-પિતા અને વાલીઓને આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *