અવાર નવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ત્યારે હાલ વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. વડોદરા(Vadodara) શહેરના છાણી વિસ્તારમાં વિધર્મી વિદ્યાર્થી અને હિન્દુ વિદ્યાર્થિની એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા. ત્યારે નવરાત્રિ દરમિયાન વિધર્મી સગીરે ગરબા રમ્યા બાદ સગીરાની છેડતી કરી હતી. જે અંગે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બદનામીના ડરથી શરૂઆતમાં ફરિયાદ ન કરી:
મળતી માહિતી અનુસાર, વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહેતી અને એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે વિધર્મી સગીર પણ શાળામાં અભ્યાસ કરે છે. બંને સાથે અભ્યાસ કરતા હોવાથી બંને એકબીજાને ઓળખતા હતા. વિધર્મી યુવાન મિત્રતાને પ્રેમમાં ફેરવવા માંગતો હતો. ત્યારે નવરાત્રિ દરમિયાન સગીરા ગરબા રમવા માટે જતી હતી, ત્યારે તેની સાથે વિધર્મી સગીર પણ જતો હતો અને નવરાત્રિના ચોથા નોરતાની રાત્રે વિધર્મીએ ગરબા રમ્યા બાદ સગીરા સાથે છેડતી કરી હતી.
આ સમયે યુવતી સગીર હોવાથી માતા પિતાને જાણ થશે તો બદનામી થશે અને ગરબા પણ રમવા માટે મોકલશે નહીં. તેવા ડરથી તેને પરિવારને જાણ કરી ન હતી. દરમિયાન સમગ્ર મામલે સગીરાએ છાણી પોલીસ મથકમાં વિધર્મી સગીર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. છેડતીનો ભોગ બનનાર સગીરા આદિવાસી હોવાથી સ્થાનિક પોલીસ આ કેસની તપાસ SC-ST સેલને સોંપવામાં આવી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.