સુરતમાં ધિરાણની દુકાનમાં લૂંટ કરવા ઘુસેલા તસ્કરોએ માલિકની કરી હત્યા- વાંચો ચકચાર મચાવતી આ ઘટના

Published on: 3:36 pm, Sat, 31 July 21

સુરત(ગુજરાત): રાજ્યમાં અવર-નવાર લુંટના બનાવો બનતા રહે છે. આ દરમિયાન, ભૂતકાળમાં અનેક ગુણના આરોપીને પોલીસ દ્વારા શોધવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવસારી બજારમાં સોના ચાંદીના દાગીના પર રૂપિયા વ્યાજે આપતા દુકાન માલિકની દુકાનમાં વર્ષ 2017માં પ્રેવેશ કરી બંધુકની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કરતા દુકાન માલિકે આ લુટારુનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉતર પ્રેદેશથી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

સુરતમાં બનતા ગુના અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા સતત ગુનેગારો પર વોચ રાખીને તેમની ગતિ વિધિ પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે ભૂતકાળમાં બનેલા ગુનામાં શામેલ આરોપીને પકડી પાડવાની પણ તપાસ ચાલુ કરી છે. આ દરમિયાન વર્ષ 2017માં સુરતના નવસારી બજાર ખાતે આવેલ રાજેશ્રી હોલ નજીક ચોક્સી મહેન્દ્ર કે. શાહ નામની સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરાણ કરાવાની દુકાન આવેલી હતી. ત્યારે આ દુકાનના મલિક મહેન્દ્રકુમાર જેવાલાલ શાહ બેસેલ હતા.

1 46 - Trishul News Gujarati Breaking News gujarat, surat, trishul news, ગુજરાત, સુરત

આ દરમિયાન, લૂંટના ઇરાદે હથિયાર બતાવી દુકાન માલિકને ધમકાવી લૂંટ કરવાના ઇરાદે દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જોકે, દુકાનના માલિક દ્વારા આ લૂંટારુનો પ્રતિકારક કરતા આરોપીઓએ તેમની પાસેના પિસ્ટલ તથા તમંચાથી ફાયરિંગ કરી મહેન્દ્રભાઇ શાહનું ખુન કરી ફરાર થઇ ગયા હતા. જોકે, ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, ગુનામાં સંડોવાયેલા આરોપીનું નામ સામે આવ્યુ હતું. મેવગડી, થાના :- લીસાડીગેટ , તા.જી.મેરઠ ઉતરપ્રદેશના શીરખાન ઉર્ફે સન્ની નવાબખાન પઠાણ નામ સામે આવતા પોલીસ દ્વારા આરોપીને ગઈકાલે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

જોકે, આ આરોપીની પૂછપરછ દરમિયાન  મુદશીર ઉર્ફે મુદ્રા ઈલીયાસ ગાજી સાથે મળીને 5 માર્ચ 2021ના રોજ સગરામપુરા નવસારી બજાર પાણીની ટાંકીની સામે લૂંટના ઇરાદે દુકાનમાં પ્રવેશ કરીને દુકાન માલિકની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ દ્વારા આ આરોપીને વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીને આજે કોટ સમક્ષ રજુ કરીને 14 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, નામદાર કોર્ટમાંથી છ દિવસના રિમાન્ડ આપતા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી સાથે તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.