મોંઘવારીના મારથી હેરાન થયેલા લોકોના ખિસ્સા પર વધુ એક ભારણ પડવા જઈ રહ્યું છે. સુમુલ ડેરી દ્વારા હાલમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. હાલમાં જોયો તો સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યાર બાદ દૂધના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. અઢાર મહિના પછી સુમુલ ડેરી દુધના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. સુમુલ ડેરીના દૂધના ભાવોમાં વધારો 20 જૂનથી અમલમાં આવશે.
હાલમાં જોઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થતા હવે સુમુલ ડેરીના પેકેજીંગ ખર્ચમાં 42%, પ્રોસેસિંગ અને ઇનપુટ કોસ્ટ માં 28 ટકા જ્યારે મિલ્ક હેન્ડલિંગ અને પરિવહન ખર્ચમાં 30 ટકા જેટલો વધારો થયો છે. હવે દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવતાં કહ્યું હતું કે, અમૂલ ડેરીમાં દર મહિને ૧૨ લાખ લિટર દૂધનું વેચાણ થઈ રહ્યું છે. હજુ પણ સાત લાખ જેટલા પ્રાંતિયો હજુ સુધી સુરત પરત ફર્યા નથી. હાલમાં હજુ ૧૦.૪૦ લાખ દૂધનું વેચાણ થઈ રહ્યું છે.
અઢાર મહિના પહેલા ડિસેમ્બર 2019માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. તેને જોતા દૂધ ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે. જેને કારણે દૂધના ભાવમાં પણ વધારો અમલી બનાવવા જઇ રહ્યો છે.
સુરત શહેરમાં દરરોજ ૨૨થી ૨૫ લાખ લોકોને સુમુલ દ્વારા દૂધ પહોંચાડવામાં આવે છે. દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતા લોકોના ખિસ્સા પર ભારે અસર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.