વર અને કન્યાની ચાલી રહી હતી લગ્નવિધિ, અચાનક જ તેની માથે પડ્યો યુવક અને પછી તો… – વિડીયો જોઇને ખખડી પડશો

વાયરલ(Viral): આપણે સૌ જાણીએ છીએ કે, હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે અને ઠેર ઠેર લગ્ન જ જોવા મળી રહ્યા છે. ત્યારે લગ્નની આ સીઝન…

વાયરલ(Viral): આપણે સૌ જાણીએ છીએ કે, હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે અને ઠેર ઠેર લગ્ન જ જોવા મળી રહ્યા છે. ત્યારે લગ્નની આ સીઝન દરમિયાન વર અને કન્યાના અનેક વિડીયો(Wedding Video) સોશિયલ મીડિયા(Social media)માં ધૂમ મચાવી રહ્યા છે. જેને જોઇને તમે હસવું નહિ રોકી શકો. ત્યારે આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે પણ ખખડી પડશો.

 

View this post on Instagram

 

A post shared by TikTok Nepal Official (@neptiktok)

લગ્નમાં ઘણી વખત એવા કિસ્સાઓ પણ બની જાય છે, જે વર્ષો સુધી યાદ રહે છે. જ્યારે વર-કન્યા મંડપમાં બેઠા હોય છે ત્યારે ઘણી વખત કેટલાક લોકો એવા કાર્યો કરે છે જે ના કરવામાં જ ભલાઈ હોય છે. કેમેરા સામે આવું કૃત્ય કરીને તે લોકોની નજરમાં આવી જાય છે. આવો જ એક વિડીયો ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને મોટાભાગના લોકો ઉશ્કેરાઈ ગયા હતા. વાસ્તવમાં, લગ્ન દરમિયાન વર-કન્યા મંડપમાં બેઠા હોય છે અને પછી એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે જેમાં સફેદ રંગની ચાદર તેમની પાસે રાખવી પડે છે, પરંતુ આ દરમિયાન એવું બને છે કે, જેને જોઇને લોકો ઉશ્કેરાઈ જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા મંડપમાં બેઠા છે. આ દરમિયાન, એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેમાં વરરાજા અને કન્યાના પક્ષમાંથી બે લોકો સફેદ ચાદર લે છે અને તેના પર ચોખા મૂકે છે અને તેને ત્રણ વખત ઉપર ફેંકે છે. ત્રીજી વાર ચોખા હવામાં ઉછાળતાની સાથે જ તેણે તે ચાદર બંને બાજુથી ખેંચવાનું શરૂ કર્યું. આ હંગામામાં ડાબી બાજુનો વ્યક્તિ ચાદર સહિત વર-કન્યા પર પડી ગયો હતો. જેને કારણે વર અને કન્યા પણ જમીન પર પડી જાય છે. આ ખેંચવાનું બંને તરફથી સમાન રીતે થતું રહ્યું અને ઘણા લોકો તેમાં સામેલ જોવા મળી રહ્યા છે.

સૌથી નવાઈની વાત એ છે કે લગ્નના મંડપમાં વિધિ કરતી વખતે યુવક વર-કન્યા પર પડી ગયો અને તેનાથી તેને કોઈ ફરક પડ્યો નહીં પરંતુ વર-કન્યા લાંબા સમય સુધી જમીન પર પડી રહ્યાં હતા. માત્ર થોડીક સેકન્ડના વિડીયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ વિડીયો નેપ્ટિકટોક નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો ત્યારથી, તેને 3 લાખથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે વિડીયોને લાખો વખત જોવામાં આવ્યો છે. આ વિડીયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું, “શું કરી રહ્યા છો ભાઈ, વર-કન્યા પડી ગયા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *