જેતપુર (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ રાજકોટ (Rajkot) જીલ્લાનાં મોટા ગુંદાળા (Mota Gundala) ના નેશનલ હાઇવે (National High-way) ના બ્રિજ પર ગઇકાલે બપોરના સુમારે હાઈવે ઓથોરિટીની એક ટ્રક રોડના સફાઈની કામગીરી કરતી હોવાને લીધે ધીરે-ધીરે ચાલી રહી હતી.
આ દરમિયાન જેતપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર નંબર GJ-03-D-7119 ધડાકાભેર અથડાતા ચાલકે ટ્રક ઉભી રાખી હતી. પાછળથી જોતા કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો તેમજ કારમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. દારૂની બોટલો જોતાની સાથે જ રાહદારીઓએ બોટલો લેવા પડાપડી કરી હતી. જેના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.
અકસ્માતની જેતપુર તાલુકા પોલીસને જાણ કર્તાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જયારે પોલીસને બે જ પેટી દારૂ મળી આવ્યો હતો. જે પોલીસ દ્વારા કબ્જે કરીને દારૂની ચોરી કરનાર વાહન ચાલકો તથા રાહદારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દારૂ ચોરી કરી ગયા હોવાની જાણ ધોરાજી પોલીસને થતા હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું.
ટ્રકમાં ચેકિંગ કરતા 26 બોટલ મળી આવી:
ચેકિંગ વખતે નેશનલ હાઈવે ઓથોરિટીનો મેન્ટેનન્સ વિભાગના કોન્ટ્રાકટરનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને થોભાવી તપાસ કરતા એમાંથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેને લીધે પોલીસ દ્વારા દારૂ ચોરી કરી જનાર ઉપલેટાના ટ્રક ચાલક દિનેશ મિયાત્રા, મયુર દેગામા, ભુપત કુળેચા તેમજ પ્રફુલ ડાભીની ધરપકડ કરવામાં આવી હતી.
અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, અનેકવિધ લોકોને પોતાનો તથા પોતાના પ્રિય સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. જેને લીધે પરિવારમાં આક્રંદ તથા શોકનો માહોલ ફરી વળતો હોય છે. આની સાથે-સાથે જ આવી ઘટનાઓમાં વધારો થતો હોવા છતાં સરકાર કોઈ પગલા લઈ રહી નથી જે એક શરમજનક વાત છે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.