ગુજરાત: પાટણ (Patan) શહેરમાં વહેલી સવારમાં ગાડીચાલકની બેદરકારીને લીધે હિટ એન્ડ રન (Hit and run) ની ઘટના ઘટી હતી કે, જેમાં એકસાથે 2 લોકોનાં મોત થયાં છે. રસ્તા પર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી તથા વૃદ્ધને અડફેટે લેતાં બંનેનાં મોત નીપજ્યા હતાં.
પાટણ શહેરમાં આવેલ અનાવાડા રોડ પર ગુરુવારની સવારે 8 વાગ્યાના સુમારે બેકાબૂ થયેલ માર્શલ ગાડીના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની નજીકમાં આવેલ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી.
આની સાથે જ બહાર બેઠેલા 60 વર્ષીય એક વૃદ્ધ તેમજ ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને અડફેટે લઈને ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે લઈ જવાયાં હતાં કે, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજ્યા હતાં.
વધુ લોકોને અડફેટે લે એનાં પહેલાં ગાડી ઊભી રહી ગઈ:
બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તેમજ ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી સદનસીબે એક જ મકાનમાં ઘૂસી ઊભી રહેતાં વધારે લોકોને અડફેટે લે એનાં પહેલાં ઊભી રહેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ગાડીચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતક લોકોમાં સહિસ્તા દાદામિયાં સૈયદ અને દિલાવર ભાઈ રશીલ બલોચનું મોત થયું હતું. આમ, સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે તેમજ શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.