રાજકોટ(Rajkot): રાજયમાં છોકરીઓ અથવા મહિલાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું લોકો કૃત્ય આચરતાં હતાં પરંતુ રાજકોટ(Rajkot)થી એક રુંવાડા બેઠાં કરી દેતા સમાચાર સામે આવ્યા છે જેમાં એક છોકરા સાથે રેપ કરવામાં આવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી(Marwadi University) ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા તેમના 5 સાથી મિત્રોએ તેમની સાથે ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું છે.
વિધાર્થીને બ્લેકમેલ કરી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. પોલીસે આ કૃત્ય આચરનારા 3 વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે નાહવા ગયો હતો એ સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી 3 ઓપ્શન આપવામાં આવ્યા હતા.
એમાં વિદ્યાર્થીને ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે’નું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તે વિધાર્થીઓએ હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આથી આ 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. હાલમાં આ વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા છે. અગાઉ થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો શું આ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરાયો હતો, એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
અગાઉ પણ કેટલાંક વીડિયો વાયરલ થયાં હતાં
અગાઉ પણ સોશિયલ મીડિયામાં મારવાડી યુનિવર્સિટીમાંથી કેટલાક બિભત્સ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તે પ્રકારના દ્રશ્યો કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જે વિડીયો વાઈરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.