વધુ એક આપઘાત- સુસાઈડ નોટ લખીને કાપડ વેપારીએ પી લીધુ ઝેર

સુરતની કાપડ માર્કેટમાં દુકાન ધરાવી વેપાર કરતા કાપડ વેપારી વેપારમાં ચાલતા વિવાદ સાથે વેપારમાં થયેલા નુકસાનના કારણે માનસિક તણાવમાં રહેતા હતા. આ દરમિયાન તેમણે આવેશમાં આવીને ગઈકાલે સરથાણા તાપી નદી કિનારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ વેપારીના મૃતદેહ પાસેથી એક ડાયરીમાંથી સુસાઇડ નોટ પણ મળી આવતા પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે.

મૂળ જૂનાગઢના વિસાવદરનો વતની અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સંસ્કાર વીલા સોસાયટીમાં રહેતા રાજુભાઈ માગંભાઈ પઢોળીયા સુરત રિગરોડ પર આવેલ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં ગુંજન ફેશન નામે કાપડની દુકાન ધરાવતા હતા. જોકે. ગઈકાલે આ રાજુ ભાઈ સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલ તાપી નદી કિનારે ઝેરી દવા પીને બેભાન હાલતમાં એક રાહદારીને મળ્યા હતા. ત્યારબાદ રાહદારીએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણકારી આપી હતી.

પોલીસે તાત્કાલિક આ જગ્યા પર પહોંચીને તપાસ કરતા રાજુભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે, રાજુભાઈ પાસે એક ડાયરીમાં સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ભાગીદારીના વેપારમાં રૂપિયાનો વિવાદ ચાલતો હતો. જેનું પ્રેશર તેઓ સહન કરી શકતા ન હતાં અને સાથે સાથે વેપારમાં નુકશાની ગઈ હતી. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી તે સતત માનસિક તણાવ અનુભવતા હતા. તેને લઈને આવેશમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું.

જોકે, પોલીસ દ્વારા આ સુસાઇડ નોટ કબજે કરી આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે. રાજુભાઈના પરિવારે વેપારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ છે. અને તેમના ભાગીદાર આ મામલે તેમના પર દબાણ કરતા હોવાનાં આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મામલે આગામી સમયમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *