ગુજરાત(Gujarat): સિરોહી(Sirohi) જિલ્લાના પિંડવાડા(Pindwada) વતની અમેરિકા(America)માં રહેતા જૈન પરિવારના એકના એક પુત્રએ ત્યાગનો માર્ગ પસંદ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. રાજ્યમાં વડોદરા નજીકના ચાણસદ(Chanasad) ગામમાં દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાણસદ પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)નું જન્મસ્થળ છે, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા મહાન આધ્યાત્મિક ગુરુ છે.
27 વર્ષના જૈનમએ BAPS સંસ્થાના મહાન સંત એવા મહંત સ્વામી મહારાજના હાથે દીક્ષા લીધી છે. આ દીક્ષા કાર્યક્રમમાં દેશ-વિદેશના 100થી વધુ યુવાનોએ દીક્ષા લીધી છે. જૈનમે જણાવતા કહ્યું હતું કે, હવે મારું બાકીનું જીવન આત્મકલ્યાણ અને સમાજકલ્યાણમાં પસાર કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, જૈનમ અમેરિકામાં એક સારી કંપનીમાં ઉચ્ચા પદ પર હતા અને એક કરોડ રૂપિયાનો પગાર પણ હતો. આટલો મોટો પગાર છોડીને તે ધર્મ થકી ધાર્મિક સેવામાં જોડાયા છે.
જૈનમ જૈને તેમનું શરૂઆતી શિક્ષણ ન્યૂયોર્કની હેરિક્સ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. આ પછી તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ અને આર્કિટેક્ટની ડીગ્રીઓ પ્રાપ્ત કરી છે. જૈનમ મેનહટનમાં એક કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ 4 વર્ષ અગાઉ તેઓ અચાનક જ આ કરોડોની નોકરી છોડીને અમેરિકાથી ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે સાળંગપુરના BAPS સ્વામિનારાયણ ગુરુકુળમાં 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. મહંત સ્વામી મહારાજે તેમને આત્મકલ્યાણ માટે શિક્ષણ પ્રદાન કર્યું છે સાથે આ જૈનમ તબલાવાદક પણ છે અને ડિઝાઇનિંગ અને લેખનક્ષેત્રે સવિશેષ રુચિ ધરાવી રહ્યા છે.
જૈનમના પિતાએ જણાવ્યું છે કે, જૈનમમાં હંમેશાં દેશ અને સમાજસેવાની ભાવના હતી અને તે લાંબા સમયથી BAPS સંસ્થા સાથે જોડાયેલા હતા. BAPS સંસ્થામાં જોડાઈને તેણે સમાજ માટે ઘણી સેવાઓ પણ કરી છે. તેથી અમે તેને સાથ અને સહકાર આપ્યો છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારું વતન પિંડવાડામાં જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.